ધાનેરાના સરાલ ગામે એક વિધાર્થીનીને ચકલીનો માળો બનાવવાનો અનેરો શોખ

બનાસકાંઠા
બનાસકાંઠા

આજે ૨૦મી માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ છે. ચકલીઓ સદીઓથી માણસ જાત સાથે જોડાયેલી છે એટલે જ આપણે ચકલી શબ્દથી પરિચીત છીએ. એક જમાનામાં આપણા ઘરોમાં ફોટાની પાછળ કે ગોખલામાં માળો બાંધતી ચી ચી કરતી ચકલીઓ આજે લુપ્ત થઈ ગયો છે. સિમેન્ટના જંગલોમાં આપણી નાનકડી ચકલી ખોવાઈ ગઈ છે. હવાના પ્રદૂષણ, ઘોંઘાટ અને શહેરીકરણના લીધે ચકલીઓની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થઈ રહ્યો છે. અગાઉ ઘરમાં આવનાર જોવા મળતું પક્ષી હતું. પરંતુ આજે ભાગ્યે જ જોવા મળતું પક્ષી છે. ત્યારે જાણીએ ચકલી વિશે કેટલીક રસપ્રદ વાતો. ધાનેરા તાલુકાના સરાલ ગામે એક વિદ્યાર્થીનીને ચકલીઓમાં ભારે રસ છે અને તે ખેડુત પુત્રી હોવાથી તેણે પોતાના ખેતરમાં બનાવેલ તબેલામાં ચકલીઓનું પણ નિવાસ્થાન બનાવી દેવામાં આવ્યુ છે. આ વિધાર્થીની નું નામ છે મીનાબેન ચૌધરી જેણે બોટની વિષયમાં બી.એસ.સી કરેલ છે અને હાલ એમ.એસ.સી. પણા તેજ વિષયમાં કરી રહી છે. અને તેણે પોતાના દાદા રાવતાભાઇ ચૌધરી પાસે પક્ષીઓની સેવા કરવાની વાતો અનેકવાર સાંભળાતી હતી અને તેને પણ લુપ્ત થઇ રહેલી ચકલીઓને બચાવવા માટે મનમાં વિચાર આવ્યો અને તેણે પોતાના ખેતરમાં ભેંસ- ગાય માટૅ બનાવેલ તબેલામાં વધુને વધુ ચલકીઓ નું નિવાસ્થાન બનાવવા માટે વિચાર કર્યો અને પોતાના દાદાની પ્રેરણાથી આ તબેલામાં તેણીએ ૧૩૫ કરતાં પણ વધારે ચલકીઓ માટે માળા મુક્યા હતા અને હાલમાં આ તમામ માળાઓમાં ૩૦૦ કરતાં પણ વધારે ચકલીઓ વસવાટ કરી રહી છે. તેમજ તેને આટલા માળા લગાવતા સંતોષ ના થતા તેના કાકાના તબેલામાં પણ ૫૦ જેટલા માળા લગાવ્યા છે. તેમજ આ ચકલીઓને ચણ માટે વર્ષે ૧૫૦ કિલો કરતાં પણ વધારે અનાજ આ પક્ષીઓ માટે અલગ મુકી એવામાં આવે છે તેમજ તેની સાથે સાથે તબેલાની આગળ વૃક્ષો અને સેતુરીના ઝાડ પણ મોટા પ્રમાણમાં લગાવવાના કારણે ઉનાળામાં આ તમામ ચકલીઓને બહાર ક્યાંય ભોજનની સોધ માટે પણ જવુ પડતુ નથી વહેલી સવારે આટલી ચકલીઓ ના કલરવથી આખુ વાતાવરણ મનોરંજક બની જાય છે.

મારા દાદા દ્વારા ચકલીઓ બચાવવાની વાતથી પ્રેરણા મળી.- મીનાબેન ચૌધરી
હું એક ખેડુતની દિકરી છું અને અમે ખેતરમાં જ રહીએ છીએ. અમે નાના હતા ત્યારે મારા દાદા દાદી પક્ષીઓ વિષે અમને વાતો કરતા અને ખાસ કરીને આંગણાનું પક્ષી ચકલી બાબતે તો ખાસ કહેતા જેથી મારા મનમાં ફરીથી ચકલી આપણા આંગણાનું પક્ષી પાછુ આપણા આંગણે આવે તે માટે મારી ઇચ્છા જાગૃત બની અને મારા પાપા પાસે ચકલીઓ માટે પહેલા વર્ષે ૨૫ માળા મંગાવ્યા અને તે ભરાઇ જતાં મે જીદ કરીને બીજા ૧૦૦ માળા મંગાવ્યા તે પણ ભરાઇ જતાં મે બીજા વર્ષે તો ૨૦૦ જેટલા માટીના માળા મંગાવ્યા અને તે મારા ખેતરના તબેલામાં અને મારા કાકાના તબેલામાં લગાવ્યા છે. વહેલી સવારે જ્યારે આટલી ચકલીઓને દેખુ છું ત્યારે મને ખુબજ ખુશી થાય છે માટે તમે પણ પોતાના ઘરમાં ખેતરોમાં આવા ચકલીઓ માટે માળા લગાવો અને ચકલી બચાવવામાં
આગળ આવો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.