ડીસા ખાતે કેન્દ્રીય મંત્રીની અઘ્યક્ષતામાં “ઇનોવેટિવ મીટ” કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

વિવિધ ક્ષેત્રે આગવું કામ કરનારા વિશિષ્ટ વ્યક્તિઓ સાથે જલ મંત્રાલયના મંત્રીનો ખાસ સંવાદ: બનાસકાંઠા જિલ્લામાં વિવિધ ક્ષેત્રે આગવું પ્રદાન કરીને વિશિષ્ટ ઓળખ પ્રસ્થાપિત કરનારા વિશિષ્ટ વ્યક્તિઓ સાથે ભાજપ દ્વારા ડીસા ખાતે કેન્દ્રીય જલ મંત્રાલયના મંત્રી સાથે સંવાદ યોજાયો હતો.જેમાં કેન્દ્રિય મંત્રી સમક્ષ લોકોએ પોતાના ક્ષેત્રમાં કરેલ વિશિષ્ટ કામગીરી અંગે અનુભવ વર્ણવ્યા હતા.

ભારત સરકારના જલ મંત્રાલયના મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે હતા. તેઓએ આજે ડીસા ખાતે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા યોજવામાં આવેલી “ઇનોવેટીવ મીટ” ના કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી. કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લામાંથી 50 થી વધુ વિશિષ્ટ વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ, પ્રાકૃતિક ખેતી, સ્પોર્ટ્સ, જળસંચય, શારીરિક શિક્ષણ, દિવ્યાંગ સુવિધા, ભાષા-  શિક્ષણ,  ઇન્સ્ટિટ્યૂશનલ ઇનોવેશન, ટ્રાઇબલ સોશિયલ પિયર એજ્યુકેશન, અભિવ્યક્તિ વિકાસ, પર્યાવરણ પ્રેમી, પ્રગતિશીલ ખેડૂત, ધર્મ પ્રચારક, મેડિકલ અને માઉન્ટેરીંયરીગ, ફાસ્ટ ફૂડ ટેકનોલોજી, કૂવા રિચાર્જ જેવા મોડલો મળીને વિવિધ વિષયો માં પોતાની આગવી સૂઝબૂઝથી વિશિષ્ટ મોડલ વિકસાવ્યું હોય અને સામાજિક જીવનમાં ઉપયોગી બની રહે તેવા ઇનોવેશન કરનારા વિશિષ્ટ વ્યક્તિઓ એ પોતે કરેલા ઇનોવેશન અંગેની માહિતી આપી હતી.

કાર્યક્રમમાં અવનનાર કેટલાક વ્યક્તિઓએ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ મેડલ અને બહુમાન મેળવી ચૂક્યા છે. તેઓએ કરેલા ઇનોવેશનને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે બિરદાવી દેશની પ્રગતિમાં યોગદાન આપવામાં તેઓની પ્રદાનતાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. કેન્દ્ર મંત્રીએ ભારત સરકારના જલ મંત્રાલય દ્વારા કરવામાં આવતા કાર્યો અને પ્રયાસોને પણ વિશિષ્ટ વ્યક્તિઓને સમક્ષ મૂકી માહિતીગાર કર્યા હતા. ઇનોવેટિવ મીટમાં બનાસકાંઠાના સાંસદ  પરબતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા, જિલ્લા લોકસભાના પ્રભારી રાજેન્દ્રસિંહ ચાવડા અને ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.