આર્મી ના એક જવાન દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી : દાંતા પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

આર્મી જવાનએ કર્યો હુમલો:આર્મી જવાને ખાનગી હોસ્પિટલના ડોક્ટર પર છરીથી હુમલો કર્યો દાંતા પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ ભારત દેશમાં આર્મી મુખ્ય ભૂમિકા ભજવતી હોય છે અને દેશભરમાં વસતા નાગરિકો આર્મી અને આર્મીના જવાનોને સન્માનિત નજરોથી જોતા હોય છે. દેશની સરહદ અને દેશના નાગરિકોની રક્ષા કરવાની ફરજ આર્મી નિભાવતી હોય છે. દેશના દુશ્મનોથી પણ આપણી રક્ષા આર્મીના જવાનો કરતા હોય છે. પણ જ્યારે આર્મીનો કોઈ જવાન કોઈપણ અપરાધિક કે ગુનાહિત પ્રવૃત્તિમાં ભાગ ભજવતો હોય છે. ત્યારે દેશનો સંવિધાન મુજબ તેમને પણ કાનૂન સજા મળે છે. એવો જ એક કિસ્સો દાંતા તાલુકામાં બન્યો છે. જેમાં આર્મી ના એક જવાન દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી છે.

શનિવારના રાત્રે જોરાપુરા ગામે આર્મી જવાન દ્વારા હમલો કરવાની ઘટના બની હતી. દાંતા તાલુકાના જોરાપુરા ગામે આર્મી જવાને ગાડીની સાઈડ બાબતે ડોક્ટર પર છરીથી હુમલો કર્યો હતો. વિજલાસણ ગામના આર્મી જવાન યશવંતસિંહ દ્વારા આ હુમલો કરાયો હતો. માંકડી ગામે ખાનગી દવાખાનુ ચલાવતા અને જોરાપુરા ગામે રહેતા ડૉ.વિક્રમસિંહ ઉપર આ હુમલો થયો હતો. હમલો કરાતા ડૉ. વિક્રમસિંહને હાથ અને પગના ભાગે ઈજા પહોંચી હતી. ત્યાર બાદ ડોક્ટરને સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો. ડૉ.વિક્રમસિંહએ આર્મી જવાન યશવંતસિંહ (લાલાભા) સામે દાંતા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. ત્યાર બાદ દાંતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.