આગથાળા નજીક જૂની અદાવતે કેટલાક શખ્સોએ ભેગા થઈ એક વ્યક્તિની હત્યા કરી હોવાની ઘટના સામે આવી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના આગથાળા નજીક જૂની અદાવતે કેટલાક શખ્સોએ ભેગા થઈ એક વ્યક્તિની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. બનાવના પગલે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. જોકે, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી એક યુવકે આ ઘટનાને મોબલિંચિગ ગણાવી છે. જ્યારે એસ.પીએ આ વાત નકારતાં જણાવ્યું કે, આ જૂની અદાવત્ છે.

ઘટના અંગે મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના ડીસા-થરાદ હાઇવે પર મિસ્ત્રી ખાન નામનો યુવક પિકઅપ ડાલામાં ભેંસો ભરીને જતો હતો. ત્યારે આગથળા ગામ નજીક કેટલાક ઈસમોએ ભેગા ધારદાર હથિયારો વડે હુમલો કરતાં મિસ્રી ખાનનું મોત નીપજ્યું હતું. જ્યારે બાજુમાં બેઠેલો યુવક પોતાનો જીવ બચાવીને ભાગી છુટ્યો હતો.

ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતકને પી.એમ અર્થે ખસેડી પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ 6 ટીમો બનાવી છે. આ ઘટના અંગે એક યુવકે વીડિયો વાયરલ કરીને આને મોબલિંચિગ ગણાવી છે. જ્યારે એસ.પીએ આ વાત નકારતાં જણાવ્યું કે, આ જૂની અદાવત્ છે.

જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યુ હતું કે, આગથળાના વાતમની બાજુમાં સેસણ ગામ પણ આવેલું છે, જ્યાં આજે વહેલી સવારે મર્ડરની ઘટના બની છે. મરનાર યુવક સાથે નજરે જોનાર હુસેન ખાન બલોચે ફરિયાદ આપેલી છે, જેમાં કુલ પાંચ જેટલા આરોપીઓ છે જેમાં મુખ્ય આરોપી ખેરાજ પરબસિંહ અને અન્ય ચાર જેટલાં આરોપી છે એમને સાથે મળીને હત્યા કરી છે. જેમને ઝડપી પાડવા પોલીસે ટીમો બનાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.