બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા હડાદ ગામે સૃષ્ટિ વિરુદ્ધની ઘટના બનવા પામી ગ્રામજનોમાં ભારી આક્રોશ
પીડિત પરિવાર અને ગ્રામજનોમાં ભારે રોષ; હડાદ ગામે વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી રેલી યોજી, લઘુમતી કોમ એ પણ આપ્યું સમર્થન બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા હડાદ ગામે સૃષ્ટિ વિરુદ્ધની ઘટના બનવા પામી છે. આ ઘટનાને લઈને હડાદ ગામે ગ્રામજનોમાં ભારી આક્રોશ જોવા મળી રહ્યો છે. ગઇરાત્રે મોટી સંખ્યામાં ગ્રામજનો આ ઘટનાને લઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર શખસ સામે ફરિયાદ નોંધાવવા માટે હડાદ પોલીસ મથકે પહોંચ્યા હતા. લઘુમતી કોમના યુવક દ્વારા સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરવાનું સામે આવ્યું છે. જે ઘટનાને લઈને ભોગ બનનાર પીડિત પરિવાર અને ગ્રામજનોએ ગંભીર રોષ પ્રકટ કર્યો છે.
આજે સવારે હડાદ ગામમાં આવેલી વાડીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પહોંચ્યા હતા અને આ સૃષ્ટિ વિરુદ્ધની ઘટનાને લઈને ચર્ચા કરાઈ હતી. ત્યાર બાદ સેંકડોની સંખ્યામાં ગ્રામજનો દ્વારા હડાદ ગામમાં રેલી યોજાઇ હતી એને આ કૃત્ય કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરી યોગ્ય સજા મળે તેને તેવી માગ કરી હતી. હડાદ ગામમાં રેલી કાઢ્યા બાદ તમામ ગ્રામજનો મોટી સંખ્યામાં હડાદ પોલીસ મથકે પહોંચ્યા છે. આજે હડાદ ગામના વેપારીઓ અને ગ્રામજનો આ ઘટનાનો વિરોધ દર્શાવ્યો હતો. હડાદ ગામમાં પોતાના ધંધા રોજગાર બંધ રાખી લોકો આજની બેઠક અને રેલીમાં જોડાયા હતા. તો સાથે સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરનાર શખસ સામે કડક કાર્યવાદી કરવાની માગ કરી રહ્યા છે.
હડાદ ગામે બનેલી આ ઘટનાને લઈને લઘુમતી કોમ દ્વારા પણ ગંભીરતાને ધ્યાને લઈ ગામમાં મિટિંગ બોલાવી હતી. મોટી સંખ્યામાં લઘુમતી કોમના લોકોએ આ ઘટનાનો સખત વિરોધ દર્શાવ્યો હતો અને આ કૃત્ય કરનાર શખસ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં પોતાનો સમર્થન આપ્યો હતો. આ મિટિંગમાં ભવિષ્યમાં કોઈને સાથે એવી ઘટના ના બને તે માટે યોગ્ય કાનૂની કાર્યવાહી થાય તેવી ચર્ચા કરાઇ હતી.