પાલનપુરમાં રખડતી ગાયોને રેડિયમ પટ્ટી લગાવી અકસ્માતો ઘટાડવાનો પ્રયાસ

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર શહેરમાં કોઈ સેવાભાવી સંસ્થા કે જાગૃત લોકો દ્વારા શહેરમાં ફરતી ગાયોને ગળામાં રેડિયમ પટ્ટી લગાવવામાં આવી છે. જેમાં પાલનપુર શહેરમાં વાહન ચાલકો ફરતી ગાયોને રાત્રી દરમિયાન ન દેખાવાના કારણે અથડાતા હોય છે. જેના કારણે અકસ્માત સર્જાતો હોય છે જેના નિવારણ માટે કોઈ સેવાભાવી સંસ્થા કે જાગૃત લોકો દ્વારા રેડિયમ પટ્ટી લગાવવામાં આવી છે.બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં જાગૃત નાગરિક કે સેવાભાવી સંસ્થા દ્વારા શહેરમાં ફરતી ગાયોને ગળામાં રેડિયમ પટ્ટી લગાવી અકસ્માતર ઘટાડો કરવાના પ્રયત્નો કર્યા છે પાલનપુર શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં ફરતી ગાયોના કારણે અનેક અકસ્માતો સર્જાતા હોય છે જેના કારણે લોકોના જીવ પણ ગુમાવવાનો વારો આવતો હોય છે.


રાત્રિ દરમિયાન રોડ વચ્ચે બેઠેલી ગાયો વાહન ચાલકોને દેખાતી પણ નથી જેના થકી વાહન ચાલકો ગાયને અથડાતા હોય છે અને અકસ્માત સર્જાતો હોઈ છે જેને ધ્યાને લઈ કોઈ સેવા ભાવિ સંસ્થા કે જાગૃત લોકો દ્વારા ફરતી ગાયોના ગળામાં રેડિયમ પટ્ટી લગાવી છે જેથી કરી રાત્રે દરમિયાન કોઈ વાહન ચાલક પસાર થતો હોય તો દૂરથી જ રેડિયમના રિફ્લેક્શનના કારણે ગાય તેને દેખાય અને અકસ્માત થતો અટકી જવાય જોકે આ સરાનીય કામગીરીને લઈ પાલનપુર શહેરના લોકોએ પણ સેવાભાવી સંસ્થા કે આવા જાગૃત લોકોને આભાર વ્યક્ત કર્યો છે જોકે પાલનપુર નગરપાલિકાએ તો કોઈ નક્કર પગલા ના ભરતા આખરે લોકોને જ પોતે રસ્તો શોધવા મજબૂર કર્યા છે.


જોકે પૂર્વ પાલિકા પ્રમુખ હેતલબેન રવલે જણાવ્યું હતું કે પાલનપુર ઈગોલા રોડ પર રાત્રીના સમયે ગયો ખુબજ બેસતી હોઈ છે ચોમાસા સીઝન દરમિયાન અમને જાણવા મળ્યું કે ગાયો ને રેડિયમ પટ્ટી હતી કોઈક સંસ્થા દ્વારા આ સારુ કાર્ય કરવામાં આવ્યું છે જેના થકી ગાયો ને નુકસાન થાઈ વક્તિઓ ને નુકસાન થાઈ એ રેડિયમ પટ્ટી થી એમને ધ્યાનમાં આવે અને વાહન ધીમું પાડી શકે છે એના થી ગાયને પણ નુકસાન નથી થતું લોકો ને પણ અકસ્માત થવાનો ભય રહે નહિ આવું સારુ કાર્ય સંસ્થા દ્વારા કરવામાં આવ્યુ છે એવીજ રીતે આવી સંસ્થાઓ દરેક આમાં જોડાય અને પાલનપુર શહેરમાં જે જાહેર રસ્તા ઉપર ગાયો બેસે છે આવું સરસ કાર્ય કરવામાં આવે તો લોકો ને પણ અકસ્માત નડતા બંદ થાઈ અને ગાય ને પણ નુકસાન ન થાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.