ડીસાના રાણપુર પાસે અકસ્માત સર્જાયો : સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા રિક્ષા પલટી

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકાના રાણપુર ગામ પાસે આજે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતો. ડીસા દાંતીવાડા રોડ પર આવેલા રાણપુર પાસે આજે રિક્ષા પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં મગરવાડા ગામે રહેતા વિપુલભાઈ હરચંદભાઈ રાવળ રિક્ષા લઈને જઈ રહ્યા હતા અને રાણપુર પાસે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, તે સમયે અચાનક સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી.

રિક્ષા પલટી ખાતા સર્જાયેલા અકસ્માતમાં અકસ્માતગ્રસ્ત રિક્ષામાં ફસાઈ જતાં ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. અકસ્માતની જાણ થતા 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોહી લુહાણ હાલતમાં રિક્ષાચાલકને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે રીફર કરાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.