આબુરોડ થી અંબાજી જતી રાજસ્થાન એસટી બસનો અકસ્માત સર્જાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

બસમાં સવાર ૪૬ જેટલા મુસાફરોને નાની મોટી ઈજા: પોંચતા સારવાર અર્થે ખસેડાયા: આબુરોડ થી અંબાજી જતી રાજસ્થાન રોડવેઝની બસને અકસ્માત નડ્યો બસમાં બેઠલા ૪૬ જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પોહચતા સારવાર અર્થે ખસેડાયા જેમાં ૧૫ જેટલા મુસાફરોને વધુ ઈજા પોહચતા આબુરોડ ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યાં હતા

આજરોજ રાજસ્થાન રોડવેઝની ૪૬ મુસાફરો ભરેલી બસને અકસ્માત નડ્યો હતો જેમાં ડ્રાઇવર ના જણાવ્યા મુજબ આબુરોડ થી ૧૦ કિમી આગળ આવતા વળાંકમાં સામેથી ફૂલ સ્પીડમાં ઓવરટેક કરી આવતી કારને બચાવવા જતા બસને સાઈડમાં કરતાં સ્લીપ મારી ગાડી નદીમાં ખાબકી હતી જેને પગલે આબુરોડ અધિકારી સહિત Dysp અચલસિંહ , રિકો થાના એસઆઈ રામાઅવતાર , છાપરી ચોકી સ્વરૂપસિહજી દોડી આવી મુસાફરોને બચાવની કામગીરી હાથ ધરી હતી અકસ્માતને પગલે આસપાસના લોકો પણ બચાવની કામગીરીમાં જોડાયા હતા. જોકે સ્થાનિકોની માંગ છે કે આ જગ્યાએ આવાર નવાર અકસ્માત થાતા હોય જગ્યાએ મજબૂત સાઇડો બાંધવાની માંગણિ કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.