સાંગલા ગામ પાસે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત બાઈક સવાર એક યુવકનું મોત એક ને ઇજા

બનાસકાંઠા
બનાસકાંઠા

હાથીદ્રા લગ્નથી ઘરે આવતા બાઈક સવાર યુવકોને નડ્યો અકસ્માત: પાલનપુર તાલુકાના સાંગલા ગામ નજીક ગત મોડી સાંજે ટ્રેક્ટર અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર એક યુવકનું મોત નિપજ્યુ  હતું. જ્યારે અન્ય એક યુવકને ઇજાઓ થતા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

હાથીદ્રા ગામમાં લગ્નમાંથી બે બાઈક સવાર પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન સાંગલા ગામ પાસે તેઓને અકસ્માત નડ્યો હતો. ટ્રેક્ટરના ચાલકે પોતાનું ટ્રેકટર પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી આવી પલ્સર  મોટરસાયકલને સામેથી ટક્કર મારી હતી. જેથી મોટરસાયકલ ફંગોળાઈ ગયું હતું જેના પર સવાર બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઈ હતી. જેના પગલે આજુબાજુથી લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને 108 ને જાણ કરવામાં આવી હતી. જેથી 108 ની ટીમ ઘટના સ્થળે દોડી આવી ઇજાગ્રસ્તોને પાલનપુર ની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક યુવક જીતેન્દ્ર સિંહ રહે.નાની ભાખર તા. દાંતીવાડાનું મોત થયું હતું. જ્યારે જીગ્નેશસિંહ ને ઇજાઓ થતા સારવાર કરવામાં આવી રહી છે. આ અંગે મૃતકના કાકા દલપતસિંહ ભુરસિંહ વાઘેલા રહે. નાની ભાખર તા. દાંતીવાડા એ ટ્રેક્ટરના ચાલક વિરોધ પાલનપુર તાલુકા પોલીસ મથકે ટ્રેક્ટર ચાલક વિરૂદ્ર ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ટ્રેક્ટર ચાલકની શોધખોળ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.