બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસે એક ખેડૂતના ખેતરમાંથી ગેરકાયદેસર બિનઅધિકૃત રીતે અફીણના ડુંડાની ખેતી ઝડપી

બનાસકાંઠા
બનાસકાંઠા

અમીરગઢ પોલીસે સોનવાડીમાંથી અફીણની ખેતી ઝડપી, અડધા લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ: બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસે એક ખેડૂતના ખેતરમાંથી ગેરકાયદેસર બિનઅધિકૃત રીતે અફીણના ડુંડાની ખેતી ઝડપી એક ઈસમને કુલ 56,945 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે અને એનડી પી એસ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના આંતરિયાળ વિસ્તાર અમીરગઢ પોલીસે અફીણ ડુંડાની ખેતી ઝડપી પાડી છે જેમાં અમીરગઢ પોલીસને મળતી બાતમી હકીકતના આધારે પોલીસે અમીરગઢના સોનવાડી ગામે લાલા જગાભાઈ ખરાડી ના ખેતરમાં તપાસ હાથ ધરી હતી જોકે મકાઈ ના વાવેતર ની આડમાં માદક પદાર્થ અફીણ ડુંડા નું વાવેતર મળી આવ્યું હતું જેથી પોલીસે કુલ મુદ્દા માલ કબજે કરી ખેતર માલીક લાલા જગાભાઈ ખરાડીની અટકાયત કરી અફીણ ડુંડાનું વજન 4 કિલો 945 ગ્રામ જેટલું જેની કિંમત 45,945 નો મુદ્દામાલ કબજે કરી અમીરગઢ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.