જિલ્લામાં રાયડાના ઓછા ઉત્પાદન વચ્ચે ભાવ માં પણ ધટાડો : રાયડા નુ વાવેતર કરેલ ખેડૂતોને રોવા નો વારો

બનાસકાંઠા
બનાસકાંઠા

( નરસિંહ દેસાઈ વડાવલ )

સરકાર ના ટેકા ના ભાવ કરતાં પણ માર્કેટયાર્ડોમાં નીચા ભાવે વેચાતો રાયડો હવામાન ની વિપરીત અસરો ને લઇ રાયડા ના ઉત્પાદન માં મોટો ધટાડો નોંધાયો ગત વર્ષ કરતાં આ વર્ષે રાયડા ના ભાવ પણ નીચા જતાં ખેડૂતો ની મુશ્કેલીઓ વધી બનાસકાંઠા જિલ્લામાં 163484 હેકટર જમીન વિસ્તાર માં રાયડા નું વાવેતર

સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝનમાં સૌથી વધુ રાયડાનું વાવેતર થતું હોય છે રાયડો અગત્યનો તેલબીયા પાક છે અને રાયડાનો તેલ ખાધ તેલ તરીકે મોટા પ્રમાણમાં વપરાતું હોય છે તેના કારણે રાયડા નુ બહોળા પ્રમાણમાં વાવેતર થતું હોય છે પણ આ વર્ષે વાતાવરણની વિપરીત અસરો વચ્ચે રાયડાના ઉત્પાદનમાં ઘટાડાની સાથે રાયડા નો ભાવ પણ ઓછો મળતા રાયડા નુ વાવેતર કરેલ ખેડૂતોને રોવા નો વારો આવ્યો છે ખેડૂતોને પ્રતિ 20 કિલોએ 200 થી 300 રૂપિયાનું નુકશાન જઈ રહ્યું છે. ખાસ કરીને અઠવાડિયા અગાઉ આ ભાવ 1100 રૂપિયા હતા તેવામાં નવો પાક તૈયાર થઇ જવાના સમયે ભાવ ગગડી જતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે.ગઈ સાલ કરતા પણ 200 થી 300 રૂપિયાનું ખેડૂતોને રાયડા ના ભાવ નુ નુકશાન થઇ રહ્યું છે ચાલુ વર્ષે રાયડાના ઉત્પાદનમાં પણ ઘટાડો અને ભાવમાં પણ ધટાડો નોંધાતા ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે

માર્કેટયાર્ડમાં ટેકાના ભાવ કરતાં પણ ઓછા ભાવે રાયડો વેચવું પડે છે: ખેડૂતોઆ બાબતે કેટલાક ખેડૂતો એ જણાવ્યું હતું કે, આ વર્ષે વાતાવરણ ની વિપરીત અસરો ના કારણે રાયડાનું ઉત્પાદન ઓછું થયું છે. અને ભાવ પણ ઓછા મળે છે. ગઈ સાલ કરતા પણ 200 થી 300 રૂપિયાનું ખેડૂતોને નુકશાન થઇ રહ્યુ છે  સરકાર દ્વારા ભાવ બાંધેલા છે પરંતુ વેચાણ માટે જઈએ ત્યારે કહે કે ભેજ છે. તેવું કહે છે. એટલે ખેડૂતો ના  છુટકે રાયડો વેચવો પડતો હોય છે  બિયારણ, ખાતર, દવાઓમાં ભાવ માં પણ વધારો થયો પરંતુ તેની સામે રાયડાનો પોષણક્ષમ ભાવ મળી રહ્યો નથી

માર્કેટ યાર્ડમાં ભેજ વાળો રાયડો આવતા ભાવ નીચા પડી રહ્યા છેઃ વેપારી આ બાબતે કેટલાક વેપારીઓ એ  જણાવ્યું હતું કે  માર્કેટયાર્ડમાં રાયડાની આવક સારી એવી છે.. પણ વાતાવરણનાં કારણે માલમાં ભેજનું પ્રમાણ વધારે રહેવાનાં કારણે ભાવ થોડા નીચા પડી રહ્યા છે. લગભગ 800 થી લઈ 1000 સુધીનાં ભાવ પડી રહ્યા છે. સરકારની ખરીદી છે પણ ભેજ વાળો માલ તેઓ લે કે ન લે તે રીતે ખેડૂતો અહીંયા વેચી જાય છે. જો ભેજ વાળો માલ પણ સરકારી ખરીદી કરે તો ખેડૂતોને ભાવ સારો મળી રહે.

રાયડા ના ટેકા ના ભાવ માટે 29 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે: સરકાર દ્વારા રાયડા માટે રૂ. 5650 પ્રતિ કિવન્ટલ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે, PSS (પ્રાઇસ સપોર્ટ સ્કીમ) હેઠળ ટેકાના ભાવે ખરીદી અન્વયે તારીખ 5મીથી તારીખ 29મી ફેબ્રુઆરી 2024 દરમ્યાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્ર ખાતેથી VCE મારફતે ખેડૂતોની નોંધણી નાફેડના ઈ- સમૃધ્ધિ પોર્ટલ પર જઇ ખેડૂતો રાયડા ની નોંધણી કરાવી શકે છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.