
અંબાજી મંદિરના વહીવટદારનો તઘલખી ર્નિણય : ૭ નંબરનો ગેટ સ્થાનિકો માટે બંધ
અંબાજી : ગુજરાતના સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં માઈભક્તો માતાજીના આશીર્વાદ મેળવવા અંબાજી આવતા હોય છે.અને અંબાજીમાં રહેતા સ્થાનિકો પણ માં જગતજનની અંબા ના દરરોજ દર્શન કરવા અંબાજી મંદિરમાં જતા હોય છે. અંબાજી મંદિર માં જવા માટે અનેકો ગેટ આવેલા છે. બહારથી આવતા યાત્રિકોને મંદિરના શક્તિદ્વાર અને અન્ય ગેટ થી દર્શન માટે પ્રવેશ આપવામાં આવે છે જ્યારે સ્થાનિકોને અંબાજી મંદિરના સાત નંબર ગેટ થી દર્શન કરવા માટે પ્રવેશ આપવામાં આવતો હતો. અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર દ્વારા તારીખ ૦૪/૦૬/૨૦૨૩ થી અચાનક જ અંબાજી મંદિરના સાત નંબર ગેટથી સ્થાનિકો ના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો હતો,સ્થાનિકોને ૭ નંબર થી પ્રવેશ નાં આપતા રોજ નિયમિત મંદિરમાં જતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી હતી તેથી તેઓ રોષે ભરાયા હતા. અંબાજીના સ્થાનિકો અંબાજી મંદિરના ટ્રસ્ટના વહીવટદાર નાં આ ર્નિણયને તુઘલખી ર્નિણય ગણાવી રહ્યા હતા. અંબાજીનાં સ્થાનિકોએ મંદિરના સાત નંબર ગેટ ભેગા થઈ આ ર્નિણય નો વિરોધ કર્યો હતો અને આ ર્નિણય ના વિરોધ મા અંબાજી મંદિર ટ્રસ્ટ ને આવેદનપત્ર પાઠવ્યું હતું. મંદિર ટ્રસ્ટના વહીવટદાર વતી ટેમ્પલ ઇસ્પેક્ટર એ આવેદનપત્ર સ્વીકાર કર્યું હતું. સ્થાનિકોની માંગણી છે કે જે વર્ષોથી અંબાજી મંદિરના સાત નંબર ગેટથી સ્થાનિકોને પ્રવેશવા દેતા હતા એવી જ રીતે ફરી અંબાજી મંદિરમાં પ્રવેશવા માટે ગેટ નંબર સાત થી મંજૂરી આપવી જાેઈએ.