અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગબ્બર મા જ તમામ મેડિસિન સાથે ડોક્ટર પણ ઉપસ્થિત રહી શકે તેવું પ્રાથમિક સારવાર કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

ગબ્બર અંબાજી થી ત્રણ કિલોમીટર જેટલું દૂર છે ને ગબ્બર ચઢવા માટે 900 ઉપરાંત પગથિયાં ચઢવા પડે છે ત્યારે ગબ્બર પરિક્રમા 2 થી 2.5 કિલોમીટ લાંબી છે તેમાં પણ 2000 પગથિયાં ઉપર ફરવું પડે છે. તેવામાં કોઈ યાત્રી ને સ્વાસ્થ્ય ને લઇ કોઈ તકલીફ ઉભી થાય તેના માટે ગબ્બર માં કોઈ જ સુવિધા ન હતી ને 108 અથવા અન્ય વાહનો દ્વારા અંબાજી લઇ આવવા પડતા હતા ત્યારે યાત્રિકો ની આ આરોગ્ય સુખાકારી ને ધ્યાન માં લઇ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગબ્બર મા જ તમામ મેડિસિન સાથે ડોક્ટર પણ ઉપસ્થિત રહી શકે તેવું પ્રાથમિક સારવાર કેન્દ્ર શરુ કરી ખુલ્લું મુકવામાં આવ્યું છે.

જેથી કરીને ગબ્બર આવેલા યાત્રિક ને કોઈ પણ જાત ની શારીરિક તકલીફ પડે તો તેને તાત્કાલિક સારવાર મળી રહે એટલુંજ નહિ ગબ્બર આસપાસ નો વિસ્તાર પહાડી ને વળાંક વાળો વિસ્તાર છે. ત્યાં કોઈ અકસ્માત પણ સર્જાય તો પણ તેઓ ને તાત્કાલિક સારવાર મળી રહે તેવા હેતુસર ગબ્બર માં આ પ્રાથમિક સારવાર કેન્દ્ર ની શરૂઆત કરવામાં આવી છે જેનો જરૂરિયાતમંદ દર્દીઓ ને મોટી સંખ્યા માં લાભ મળી રહેશે તેમ કૌશિક મોદી (અધિક કલેકટરઅને વહીવટદાર,અંબાજી મંદિર ટ્રસ્ટ)અંબાજી એ જણાવ્યુ હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.