વાવમાં રૂર્બન નલ સે જલ યોજનાના ચાર કરોડથી વધુના કામોમાં ગેરરીતિની રાવ

બનાસકાંઠા
બનાસકાંઠા

સરહદી વાવમાં પીવાની પાણીની પાઇપ લાઇનમાં ગેરરીતિ મામલે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જે બાબતે જણાવવામાં આવ્યું છે કે, વાવમાં રુર્બન યોજના હેઠળ જળ સે નલ તક પાણી પહોંચાડવા તેમજ વાવની ચો ફેર ૪૨ કિલોમીટર પાણીની પાઇપલાઇનની કામગીરી, સંપ અને ટાંકાની અંદાજીત ૪.૫૦ કરોડના જે કામો થઈ રહેલ છે તેમાં અમુક લેભાગુ તત્વો તેમજ કોન્ટ્રાકટર દ્વારા જે સૂચિત નકશા દ્વારા કામ કરતા નથી અને જ્યાં સૂચિત છે તે મુજબની ક્વોલિટીની પાઇપો વાપરતા નથી, જ્યાં કામ પૂર્ણ થયેલ તે રસ્તાઓનું રીપેરીંગ કામ પણ કરતા નથી, અમુક વિસ્તારોમાં માત્ર પાઇપના ડંડા ઉભા કરી કનેકસન જાેડ્યા વગર આધાર સીડિંગ કરી દીધેલ છે, લાગતા વળગતા મળતિયા વ્યક્તિઓના ખેતરો સુધી પણ પાણીની લાઈનો નાખવામાં આવેલ છે. વાવના મધ્યભાગના વિસ્તારો કે જેમાં જેન વાસની તમામ શેરીઓ, વેંઝિયા વાસ, મોચી વાસ, માળી વાસવગેરે વિસ્તારોમાં પાઈપ લાઈનો નાખવામાં આવેલ નથી, પાણીના સંગ્રહ કરવાના ટાંકામાં કોઈ જ ટેકનીકલ હાજર રાખ્યા વિના બિલકુલ બોગસ કામગીરી કરવામાં આવી છે અને ટાંકાને તિરાડો પણ પડી ગયેલ હતી. જેના પુરાવાઓ પણ અરજદાર પાસે છે. એજન્સીએ તત્કાળ પ્લાસ્ટર કરીને તેની પર પડદો નાખ્યો છે તેમજ કોઇપણ ગામનો ભુ-ભાગ સમતળ હોતો નથી તેના કારણે ટેકનિકલ એન્જીનીયરીંગની મદદ લેવામાં આવે છે.વાવ ગામના જાગૃત અરજદાર વેંઝિયા નરેશકુમાર રાણાજીએ પી.એમ.ઓ ઓફીસ, સી.એમ.ઓ ઓફીસ, મંત્રી, કલેકટર, સચિવ, નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ સહીત લાગતા વળગતા અધિકારીઓને લેખિત તેમજ મૌખિક જણાવવામાં આવેલ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ન હોઈ અને જે કાર્યવાહીના રિપોર્ટો આવેલ તેમાં કોન્ટ્રાકટર ફેવરની વાત હોતા અરજદારે તારીખ ૦૨/૧૨/૨૦૨૨ના રોજ મહામાહી રાષ્ટ્રપતિશ્રીને આ તમામ બાબતો આવરી લેતી તેમજ કરોડો રૂપિયાની ગેરરીતિઓ આચરતા કોન્ટ્રાકટર વિરુદ્ધ તેમજ તેમને છાવરતા જવાબદાર તંત્ર વિરુધ કાર્યવાહી કરવાની લેખિત રજૂઆત કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.