પાલનપુરના ડોકટર હાઉસ પાછળ ના દબાણો દૂર કરાયા ઉશ્કેરાયેલા શખ્સોએ જેસીબીના કાચ તોડ્યાં

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલિકાની ટીમ પર કાંકરી ચાળો જેસીબીનો કાચ ફૂટ્યો: પાલિકાકર્મી અને પોલીસકર્મી વચ્ચે ચકમક પાલનપુરમાં લક્ષ્મીપુરાને જોડતા રોડ પર ડોકટર હાઉસ પાસે થયેલા દબાણો પર પાલિકાની ટિમ ત્રાટકી હતી. જોકે, દબાણ દૂર કરવા ગયેલી ટીમ પર કાંકરીચાળો થતા જેસીબીનો કાચ ફુટતા મામલો ગરમાયો હતો.

પાલનપુરના લક્ષ્મીપુરા ગામને જોડતા રોડ પર ડોકટર હાઉસ પાસે શ્રમજીવીઓએ ઝુંપડા બનાવી દબાણ કર્યું છે. જોકે, આ રોડ બનાવવા માટે પાલિકાએ વર્ક ઓર્ડર આપી દીધો છે. ત્યારે રોડ બનાવવામાં નડતર રૂપ દબાણો દૂર કરાવવા પાલનપુર નગર પાલિકાની ટીમ પોલીસ સાથે પહોંચી હતી. જ્યા દબાણ દૂર કરવા જતાં પથ્થરમારો થતા જેસીબીનો કાચ ફુટતા મામલો ગરમાયો હતો. જોકે, પોલીસ અને પાલિકાની ટીમે પરિસ્થિતિ પર કાબુ મેળવી ઝૂંપડ પટ્ટીના દબાણો દૂર કર્યા હોવાનું ચીફ ઓફિસર નવનીત પટેલે જણાવ્યું હતું.

જોકે, પાલિકાની ટીમ પર કાંકરીચાળો થતા પોલીસકર્મી અને પાલિકાના અધિકારી વચ્ચે ચકમક ઝરી હતી. પાલિકાની ટીમ અને પોલીસકર્મી વચ્ચે તું તું મેં મેં થતા મામલો વધુ ગરમાયો હતો. જોકે, ઝૂંપડાઓ પર જેસીબી ફરી વળતા શ્રમજીવીઓ બેઘર બન્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.