અમેરિકામાં ટ્રેનિંગ બાદ જૈન સમાજની પ્રથમ પાયલટ મોક્ષાએ 16 વર્ષે અઠાઈ કરી પાંચ પ્રતીક્રમણ કંઠસ્થ

બનાસકાંઠા
બનાસકાંઠા

મૂળ થરાદ તાલુકાના રાહ ગામના વતની અને 19 વર્ષની મોક્ષા જૈન બનાસકાંઠા જૈન સમાજની પ્રથમ પાયલટ બની છે મોક્ષાએ યુએસએના કેલિફોર્નિયામાં છ મહિના ટ્રેનિંગ લીધી હતી બાળપણથી જ મોક્ષાએ પાયલટ બનવાનું સપનું હતું અને પરિવારે તે સપનું પૂરું કરાવ્યું છે હવે તે કોમર્શિયલ પાયલટ બની છે.

અમદાવાદના મોટેરામાં રહીને ઉછરીને મોટી થયેલી મોક્ષા અરવિંદકુમાર તાતેડ એ ડીજીસીએની ભારત સરકારની તમામ પરીક્ષા પાસ કરીને કેલિફોર્નિયામાં છ મહિનાની સેલ્ફ ડ્રાઇવિંગ ટ્રેનિંગ પૂરી કરી છે મોક્ષાએ જણાવ્યું હતું કે હું બહુ જ ખુશ છું કે આખરે હું પ્રાઇવેટ પાયલટ બની ગઈ છે મારી ફાઇનલ રાઈડ કમ્પ્લીટ કરી છે અને આ બધું જ પરિવારજનોના આશીર્વાદથી શક્ય બન્યું છે.

બનાસકાંઠાના રાહ ગામના બાબુલાલજી હસ્તીમલજી તાતેડ પરિવારની મોક્ષા રાજસ્થાની બનાસકાંઠા વીસા ઓસવાલ જૈન સમાજમાંથી આવે છે અમારા સમાજમાંથી પ્રથમ પાયલટ બની છે અન્ય લોકો પણ પાયલટ બની શકે તે માટે મોક્ષાએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ સતત અપડેટ આપતી રહી જેથી મોક્ષને પડેલી તકલીફો બીજી કોઈ વ્યક્તિને ન પડે તેનું પણ તેણે ખાસ મેન્શન કર્યું. ધાર્મિક રીતે જૈન સમાજમાં ઓતપ્રોત હોવા છતાં મોક્ષાએ પોતાની પસંદગીના ક્ષેત્રે શ્રેષ્ઠ કેરિયર બનાવ્યું હતું તેના પરિવારજનોએ જણાવ્યું કે મોક્ષા આજની યુવા પેઢીને અમૂલ્ય સંદેશ આપી રહી છે કે શું તમે કેરિયરમાં આગળ વધી રહ્યા છો તો ધાર્મિક શિક્ષણ અને આરાધના નથી કરી શકતા મોક્ષાએ આ બાબતોને ખોટી ઠેરવી હતી 15 વર્ષની ઉંમરે જ તેણે ઉપાધાન તપ કર્યું 16 વર્ષની ઉંમરે અઠાઈ તપ કર્યું અને સતત ધાર્મિક પ્રવૃત્તિમાં રત રહીને પાંચ પ્રતિક્રમણ સંપૂર્ણ કંઠસ્થ કર્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.