વડગામના લક્ષ્મીપુરા-ધોતાનો જવાન શહીદ થતાં આખું ગામ હિબકે ચઢયું

બનાસકાંઠા
બનાસકાંઠા

મૃતદેહ વડગામ આવી પહોંચતાં શહીદવીર અમર રહો ના નારા ગુંજ્યા

બનાસકાંઠા જિલ્લા ના વડગામ તાલુકાના લક્ષ્મીપુરા (ધોતા) ગામનો વીર જવાન ચાલુ ફરજ પર શહીદ થતાં પરિવારજનો અને ગામમાં ગમગીની ફેલાઈ જવા પામી હતી.

મળતી માહિતી મુજબ રતુજી રવાજી ચૌહાણ BSF બટાલિયનમાં આસામ ખાતે ફરજ બજાવતો હતો. તેઓ તા. ૧૭ના રોજ આસામ ખાતે ફરજ પર હતા તે સમયે અચાનક પડી જતાં શહીદ થયા હતા. જેની જાણ વડગામ પોલીસને કરાતાં વડગામ પોલીસ દ્વારા લક્ષ્મીપુરા પહોંચીને તેમના પરિવારજનોને કરાતાં પરીવારજનો ઉપર આભ તુટી પડ્યું હતું. શહીદનો મૃતદેહ આજે વડગામ આવી પહોંચ્યો હતો. મૃતદેહને લક્ષ્મીપુરા ધોતા લઇ જઈને શહીદ વીર જવાનને અંતિમયાત્રા નીકળી હતી. પોલીસ અને BSFના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શહીદ વીર જવાનને એક પુત્ર તથા એક પુત્રી છે. પુત્રની ઉ.વ આશરે ૧૧ છે જયારે પુત્રીની ઉ.વ ૧૫ હોવાનું પરિવારના નજીકના સગાએ જણાવ્યું હતું.

શહીદ વીરનો મૃતદેહ વડગામ આવતો હોવાની વાત લોકોમાં પ્રસરી જતાં લોકોના ધાડેધાડા મગરવાડા ચારરસ્તા પાસે ગોઠવાયા હતા. હાલમાં લોક્સભાની ચુંટણી ચાલતી હોય ત્યારે પાટણ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર અને વડગામ કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પરિવારને શાંતનવા પાઠવી હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.