16 વર્ષીય સગીરાનું અપહરણ થતા છાપી પોલીસે સગીરાને ચોવીસ કલાકમાં રાજસ્થાનથી શોધી કાઢી

બનાસકાંઠા
બનાસકાંઠા

વડગામ તાલુકાના છાપી પંથકના એક ગામની 16 વર્ષીય સગીરાનું બુધવાર બપોરે અપહરણ થતા છાપી પોલીસે ફરિયાદનાં આધારે તપાસ હાથ ધરી સગીરાને ચોવીસ કલાકમાં રાજસ્થાનથી શોધી કાઢી તપાસ હાથ ધરી હતી.સગીરાનું અપહરણ કરનાર રાજસ્થાનના શ્રમિક યુવકની પોલીસે અટકાયત કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

છાપી પંથકના એક ગામમાં રહેતી 16 વર્ષીય સગીરા બુધવારે ગુમ થતા પરિવાર દ્વારા છાપી પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને લઈ છાપી પીએસઆઇ એચ.પી. દેસાઈ તેમજ સ્ટાફ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરાના ઘર પાસે કડીયા કામ કરતો પરપ્રાંતીય યુવક શંકા ના દાયરામાં આવતા પોલીસે મોબાઈલની કોલ ડીટેઇલ મેળવી હતી. કોલડીટેઈલમાં યુવકનું લોકેશન રાજસ્થાનના રેવદર પાસેના ગામનું મળતા પોલીસે સગીરાને રાજસ્થાનના રેવદર પાસેથી ઝડપી પાડી હતી.જોકે આરોપી યુવક સ્થળ પર મળી ન આવતા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. ફરાર આરોપી યુવકની અટકાયત કરવા પોલીસે તજવીજ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.