ભાખર ગામ પાસે અકસ્માત સર્જાયા પછી તંત્ર રોડનો ખાડો પુરશે ?

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)ડીસા, દાંતીવાડા તાલુકાના ભાખર ગામ પાસે ડીસાથી ચિત્રાસણી તરફ જતા મુખ્ય હાઇવે પર પાણી એકઠું થવાથી ડામર કામમાં માસમોટો ખાડો છેલ્લા લાંબા સમયથી પડી ગયો છે જેનું સમારકામ કરવા વાહનચાલકો અને સ્થાનિકોમાં માંગ ઉઠી છે.ભાખર ગામ પાસે મોટું ગોડાઉન બનેલું છે અને તે ગોડાઉનના શેડ અને ત્યાંની બાકીની બધી જગ્યાનું વરસાદી પાણી ગોડાઉન માલિક દ્વારા આ રોડ પર નિકાલ કરવામાં આવી રહ્યું છે અને જે જગ્યામાં પાણીનો નિકાલ થાય છે.

તે જગ્યા નીચાણવાળી હોવાથી પાણી આ જગ્યામાં એકઠું થઈને પડ્યું રહે છે. જેથી આ જગ્યામાં ડામર રોડ પર મોટા મોટા બે ખાડા પડી ગયા છે. આ ખાડા પાણી ન હોય ત્યારે જોઈ શકાય છે પરંતુ પાણી એકઠું થયેલું હોય ત્યારે વાહન ખાડામાં પડવાથી વાહનનું બેલેન્સ ખોરવાય છે તેવું વાહન ચાલકો જણાવી રહ્યા છે અને તંત્ર સમક્ષ આ દગાબાજ ખાડાને અકસ્માતની કોઈ ઘટના બને તે પહેલાં પુરવા માંગણી કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.