ડીસામાં હાઇવે પર નગરપાલિકાની કચરાની ગાડીમાં આકસ્મિક આગ લાગતા દોડધામ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા નગરપાલિકાની કચરો કલેક્શન કરતી ગાડીમાં આગ લાગી આજુબાજુના લોકોએ દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો ડીસામાં હાઇવે પર નગરપાલિકાની કચરાની ગાડીમાં આકસ્મિક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સદનસીબે આજુબાજુના લોકોએ તરત જ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવતા જાનહાની ટળી હતી.

ડીસામાં હાઇવે પર નગરપાલિકાની કચરાની ગાડીમાં આકસ્મિક આગ લાગી હતી. શહેરમાં ડોર ટુ ડોર કચરો કલેક્શન કરતી ગાડી સોસાયટીઓ માંથી કચરો એકઠો કરી હાઇવે પરથી પસાર થઈ રહી હતી તે સમયે અચાનક ગાડીમાં આગ ભભુકી ઉઠી હતી. ઘટનાને પગલે ગાડીનો ચાલક સમય સૂચકતા વાપરી તરત જ ગાડીનીમાંથી બહાર નીકળી ગયો હતો. ગાડીમાં આગ લાગી હોવાની જાણ થતા જ આજુબાજુમાંથી પણ લોકો દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી અને સતત પાણીનો મારો ચલાવી  આગ પર કાબૂ મેળવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.