ડીસા-પાટણ રોડ પર બાઈક ચાલકને મારુતિ વાહને ટક્કર મારતા અકસ્માત બાઇક સવારને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા-પાટણ હાઇવે રોડ પર ડીસા તાલુકાના ધરપડા પાટીયા પાસે પાટણ થી ડીસા તરફ આવતા બાઈક ચાલકને કોઈ મારુતિ ગાડીવાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

સાવિયાણા અરજણજી જીવણજી ઠાકોર ઉમર 35 ગામના વતની છે. આજરોજ બપોર ના સમયે પાટણ થી પોતાનું બાઈક લઈને ડીસા તરફ આવી રહ્યા હતા. તે સમયે ધરપડા ગામ નજીક મારુતિ ગાડીવાહન ચાલકે ટક્કર મારતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થતાં તેઓને ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અને તેઓને વધુ સારવાર માટે પાલનપુર હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતને પગલે આજુબાજુના લોકો સહાય અર્થે  દોડી આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.