પાલનપુરના હનુમાન ટેકરી ઉપર ટ્રેલર અને જીપડાલાં વચ્ચે અકસ્માત

બનાસકાંઠા
બનાસકાંઠા

ટ્રેલર પાછળ જીપડાલું ઘુસી જતા 02 લોકો ઈજાગ્રસ્ત: પાલનપુરના હનુમાન ટેકરી ઉપર ટ્રેલર અને જીપડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલર પાછળ જીપડાલું ઘુસી જતા બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની વણથંભી વણઝાર વચ્ચે આજે જિલ્લા મુખ્યાલય પાલનપુરના આબુ હાઇવે પર આવેલ હનુમાન ટેકરી પાસે કેરેટ ભરેલું જીપડાલુ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં આગળ જઈ રહેલા ટ્રેલર પાછળ જીપડાલુ ઘૂસી જતા જીપડાલામાં સવાર બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક પોલીસ અને લોકો દ્વારા જીપડાલામાં થી બંને ઈસમોને બહાર કાઢી નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. બનાવના પગલે અકસ્માતને લઈ પાલનપુર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.