ચડોતર બ્રિજ પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ પાવડરના કટ્ટઆની આડમાં લઈ જવાતોરૂ. 19.38 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર તાલુકાના ચડોતર બ્રિજ પાસેથી એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી લીધી હતી. પાવડરના કટ્ટાના આડમાં વિદેશી દારૂ ભરીને જતી ટ્રક સહિત કુલ રૂ.39.64 નો મુદ્દામાલ કબ્જે કરી 2 ઇસમોને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

આગામી લોકસભા સામાન્ય ચુંટણીની આચાર સંહિતા અમલમાં હોઇ ગે.કા રીતે અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઘુસાડવાનુ ષડયંત્ર રચી દારૂ ધુસાડવા પ્રયત્ન કરતા ઇસમોને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા પોલીસ સજ્જ બની છે. ત્યારે વી.જી.પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી., એસ.જે.પરમાર પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.સી.બી.નાઓ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે પાંથાવાડા પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા.

દરમ્યાન મળેલ ખાનગી બાતમી હકીકત આધારે પાલનપુર તાલુકા પો.સ્ટે વિસ્તારમા ચડોતર હાઇવે પુલ પાસેથી ટ્રક ગાડી નં.RJ.19.GJ.2929 માથી પાવડર ના કટ્ટાની આડમાં ભરેલ ગે.કા અને વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ પેટી નંગ.463 કુલ બોટલ 19452 કુલ કિ.રૂ. 19,38,108 /- તથા અંગ જડતીમાંથી મળેલ રોકડ રકમ રૂ.1000/- તથા મોબાઇલ ફોન નંગ-02 કિ.રૂ.25, 000/- તથા ટ્રક કિ.રૂ.20,00,000/- તથા ટ્રકના સાધનિક કાગળોની નકલો તથા બીલ બીલ્ટી કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.39,64,108/- ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક આરોપી જીતેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ(રાજપુત) રહે.સોઢા કી ઢાણી,બાખાસર તા.સેડવા જી.બાડમેર રાજસ્થાન તથા ક્લીનર ઓમસિંહ મોડસિંહ જાતે રાઠોડ (રાજપુત) રહે.ભાલીખાલ તા.ધોરીમન્ના જી.બાડમેર રાજસ્થાન વાળાઓ પકડાઇ જઇ તથા દારુનો જથ્થો ભરી મોકલી આપનાર ઇસમ મળી નહી આવી ગુનો કરેલ હોઇ તેમના વિરુધ્ધ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધી પ્રોહી એકટ મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.