ડીસાના આસેડા ગામના શિક્ષકને રૂ.18.30 લાખ સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવી છેતરપિંડી આચરાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

ચંગવાડા ગામના વતની શિક્ષક સ્ટોક માર્કેટમાં વધુ વળતરની લાલચે ફસાયા

શિક્ષકે સાયબર ક્રાઇમ માં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી: ડીસા તાલુકાના આસેડા ગામના એક શિક્ષકે સ્ટોક માર્કેટમાં રૂ. 18. 30 લાખનું રોકાણ કર્યું હતું. જેમને અજાણ્યા શખ્સો ચૂનો લગાવી ફરાર થઈ જતા આ અંગે શિક્ષકે સાયબર ક્રાઇમમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

વડગામ તાલુકાના ચંગવાડા ગામે રહેતા અને ડીસા તાલુકાના આસેડા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ ગલબાભાઈ ચૌધરી મોબાઈલ જોઈ રહ્યા હતા. દરમિયાન મોબાઇલમાં એક લિંક આવી હતી. જે લિંકના ગ્રુપમાં શિક્ષક જોડાઈ ગયા હતા. ત્યારબાદ તેમના પર્સનલ નંબર ઉપર સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા માટેના મેસેજો આવ્યા હતા. જેથી શિક્ષક દ્વારા તારીખ 13 ફેબ્રુઆરી 2024 થી 4 માર્ચ 2024 દરમિયાન જુદી જુદી તારીખોમાં તેમના પત્ની તેમના મિત્ર તેમજ તેમના ખાતાઓમાંથી ઓનલાઈન ટ્રાન્જેક્શન કરી 18,30,000 નું સ્ટોક માર્કેટમાં રોકાણ કર્યું હતું.

જેની સામે મોટું વળતર આપવાની લાલચ આપી હતી. ત્યારબાદ તેમની મૂડી કે વળતર પરત નહીં આપી તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. જેથી શિક્ષક દ્વારા સાયબર ક્રાઇમ ઓનલાઇન હેલ્પલાઇન 1930 ઉપર ફરિયાદ નોંધાવી હતી. જેથી આ અંગે પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આમ, શિક્ષકે મોટુ વળતર મેળવવા માટે ઓનલાઇન સ્ટોક માર્કેટમાં રોકાણ કર્યું હતું. પરંતુ તેમને પોતાની મૂડી પણ ખોવાનો વારો આવતા શિક્ષક ભારે મુશ્કેલીમાં મુકાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.