લાખણીના ગોઢા નજીકથી ભેંસો ભરેલું એક શંકાસ્પદ જીપડાલું ઝડપ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

ભીલડી દિયોદરના જીવદયા પ્રેમીઓ શનિવારે વહેલી સવારે ગાડીમાં પાલનપુર તરફ આવતાં હતા ત્યારે ભેંસો ભરેલું એક શંકાસ્પદ જીપડાલું નજરે પડ્યું હતું. જેથી તેનો પીછો કરતાં લાખણીના ગોઢા નજીકથી જીપડાલું ઝડપ્યું હતું. જ્યારે ચાલક નાશી ગયો હતો.ભીલડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા ભીલડી પોલીસે ડાલા ચાલક સામે ગુનો નોંધી 4 ભેંસોને ડીસા પાંજરાપોળમાં મૂકવામાં આવી હતી.

દિયોદરના જીવદયા પ્રેમીઓ સંજયકુમાર બચુજી ઠાકોર, યશકુમાર જયંતીભાઇ દરજી અને તેમના મિત્ર રમેશભાઈ ભાટી ગાડી લઇને શનિવારની વહેલી સવારના ચાર સાડા ચારેક વાગ્યાના સુવારે પાલનપુર તરફ જઈ રહ્યા હતા. ત્યારે થરાદ-ડીસા હાઇવે રોડ ઉપર જતા હતા તે વખતે એક જીપડાલુ પસાર થયું હતું. જેમાં પાછળના ભાગમાં ત્રણ ચાર ભેંસો ભરેલી દેખાઇ હતી. લાખણીના ગોઢા બસ સ્ટેશનથી કાપરા તરફ જતાં હાઈવે રોડ તુલસી હોટલ પાસે ડાલાનું પાછળનું ટાયર ફૂટી જતા રોડની વચ્ચેના ડિવાઈડર સાથે અથડાવી ચાલક ડાલું મૂકી ફરાર થઇ ગયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.