દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને સેન્સીટાઇઝીંગ વર્કશોપ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકારના આઇ-હબ, અમદાવાદના સંયુકત ઉપક્રમે આજે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કલેકટર વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને “ડેવલોપીંગ સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ’ વિષય પર જિલ્લાની 120 કોલેજ અને સંસ્થાના આર્ચાયઓ અને વિદ્યાર્થીઓ માટે એક દિવસીય સેન્સીટાઇઝીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કલેકટરએ રાજ્ય સરકાર તરફથી નવા સ્ટાર્ટઅપ માટે મળતી મદદથી માહિતગાર કર્યા હતા અને વધુમાં વધુ યુવાનો સ્ટાર્ટઅપ શરૂ કરવા તરફ પ્રેરાય તે માટે તમામને આહવાન કર્યુ હતુ.

જોકે ર્વકશોપમા આઇ-હબના યશ પંડ્યા અને તેમની ટીમ, નાબાર્ડના જિલ્લા વિકાસ મેનેજર શર્મિલા શેરલા, એસ.એસ.આઇ.પી.ના રીના પરીખ અને કૃષિ યુનિવર્સિટી સંચાલતિ રૂરલ બિઝનેસ ઇનક્યુબેશન સેન્ટરના સીઇઓ યશ પઢયિારે નવા સ્ટાર્ટઅપ માટે વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે નવા ઉદ્યોગ સાહસિકો દ્વારા તૈયાર કરેલા સાધનો, પ્રોડક્ટસ અને અન્ય વસ્તુઓનું સુંદર પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતુ તેમજ તેમના અભપ્રાયો પણ લેવામા આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કુલપત ડો. આર. એમ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ નાબાર્ડ પુરસ્કૃત યુનિવર્સિટી સંચાલિત રૂરલ બિઝનેસ ઇનક્યુબેશન સેન્ટર શરૂ કરવામાં આવેલું છે આ સેન્સીટાઇઝીંગ ર્વકશોપને સફળ બનાવવા માટે કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક ડો. સી. એમ. મુરલીધરન અને કૃષિ યુનિવર્સિટી સંચાલિત રૂરલ બિઝનેસ ઇનક્યુબેશન સેન્ટરની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.આ વર્કશોપમાં કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એ. જી. પટેલ, કુલસચવિ ડો. પી. ટી. પટેલ, વિદ્યાર્થી કલ્યાણ નિયામક ડો. કે. પી. ઠાકર તથા તમામ આર્ચાય ઓ અને મોટી સંખ્યામા કર્મચારીઓ અને નવા સ્ટાર્ટઅપમાં રસ ધરાવતા વિદ્યાર્થી હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.