પાલનપુર તાલુકાના માલણ ખાતે સાયબર ક્રાઇમ અંગે લોકજાગૃતિ સેમિનાર યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાલનપુર દ્વારા પાલનપુર તાલુકાના માલણ ટી પી હાઈસ્કૂલ ખાતે સાયબર ક્રાઇમ અંગે લોકજાગૃતિ સેમિનાર યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો, સ્કૂલના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પોલીસ દ્વારા સાઇબર ક્રાઇમથી બચવા શું કરવું જોઈએ તેની માહિતી આપવામાં આવી હતી.


બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર દેશમાંથી સાયબર ક્રાઇમના અનેક બનાવો સામે આવતા હોય છે, જેને લઈ બનાસકાંઠા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા પાલનપુર તાલુકાના માંલણ ખાતે ટી પી હાઈસ્કૂલ માં લોક જાગૃતિ સેમીનાર સાઇબર ક્રાઇમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ એટલે શું તેમજ તેના પ્રકારો સાઇબર સિક્યુરિટી, એન્ડ્રોઇડ મોબાઇલ ઉપયોગ, સાયબર ફ્રોડના રોજ બરોજ બનાતા બનાવો, સાયબર ફ્રોડનો બનાવ બને તો શું કરવું જોઈએ? જેવા મુદ્દાઓ વિશે વિગતવાર સમજાવવામાં આવ્યાં હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.