ડીસાના એગ્રોના આશાસ્પદ યુવાન વેપારી ની હાર્ટએટેક થી મોત થયું

બનાસકાંઠા
બનાસકાંઠા

યુવા વર્ગ માં હાર્ટ એટેક ના કેશો થી ચિંતાના માહોલ  કુપટ ગામ સહિત દરબાર સમાજમાં શોક નો માહોલ

ડીસા તાલુકાના કુપટ ગામના વતની અને એગ્રોના વ્યવસાય સાથે સંકળાયેલા ભટેસરીયા શિવસિગ બચુસિહ નું યુવાન વયે હાર્ટએટેક ના હુમલા માં દુઃખ નિધન થતાં સમગ્ર વહેપારી વર્ગ સહિત કુપટ ગામ અને દરબાર સમાજ માં ધેરા શોક ની લાગણી છવાઈ જવા પામી છે.

આજકાલ યુવાનોમાં હાર્ટએટેક ના બનાવો માં વધારો થયો છે ત્યારે ડીસા તાલુકામાં વધું એક યુવાન નું હાર્ટએટેક થી મોત થવા પામ્યું છે વર્ષા થી ડીસા નવા બસ સ્ટેન્ડ પાસે એગ્રો ની દુકાન ધરાવતા શિવુભા ભટેસરીયા ને સોમવાર ના બપોરના સમયે દુકાન પર બેઠા હતા તે દરમિયાન અચાનક ગભરામણ જેવું થવા લાગતા તેઓએ તાત્કાલિક ડીસા ની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા પરંતુ ત્યાં સારવાર દરમિયાન અચાનક હાર્ટ એટેક નો હુમલો થતા પ્રાણ પંખેરું ઉડી ગયું હતું તેઓના અચાનક નિધનથી સમગ્ર એ્ગો ના વેપારીઓ સહિત કુપટ ગામમાં શોક છવાઇ ગયો હતો તેઓ ને નાની ત્રણ દીકરીઓ રહેલી છે ત્યારે તેઓના યુવાન વયે આકસ્મિક નિધન થી તેમના પરીવાર માં પણ આભ ફાટ્યું છે સદગત ની અંતિમ યાત્રા માં મોટી સંખ્યામાં ગામલોકો સહિત સામાજિક આગેવાનો અને વેપારી વર્ગ જોડાયો હતો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.