કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં પ્રાંત અધિકારી ના અધ્યક્ષ સ્થાને પ્રીમોનસુંન ની મિટિંગ યોજાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

ગુજરાત માં હવે પ્રીમોંનસુંન ૨૦૨૪ ચોમાસા ની શરૂઆત નું કાઉનડાઉન શરૂ કરી ગયું છે અને હવે તંત્ર દ્વારા તાત્કાલીક ધોરણે મીટીંગો નો દોર શરૂ કર્યો છે. ત્યારે હવે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ મામલતદાર કચેરીહોલમાંમાં ડિસા પ્રાંત અધિકારી એન.એમ. પંચાલ ની અઘ્યક્ષ સ્થાને મીટિંગ યોજાઇ હતી.

થરામાં સર્વિસ રોડ ઉપર ગટરના પાણી ભરાવાની વર્ષો જુની સમસ્યા સહિત તાલુકાના વિવિધ સ્થળોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે કાંકરેજ તાલુકા તંત્ર દ્વારા કવાયત હાથ ધરાશે. જ્યાં બુધવારે શિહોરીમાં તંત્રના અધિકારીઓ દ્વારા પ્રિ- મોન્સુન આયોજનની બેઠકમાં આ સમસ્યાઓના ઉકેલ માટે ચર્ચા કરાઈ હતી.

કાંકરેજ તાલુકામાં ચોમાસા દરમિયાન વિવિધ સ્થળોએ પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાય છે. જેના ઉકેલ માટે તેમજ ચોમાસા દરમિયાન કોઇ દુર્ઘટના ન સર્જાય તેની તકેદારી રાખવાના આયોજનના ભાગ રૂપે બુધવારે શિહોરી મામલતદાર કચેરીએ પ્રિ- મોન્સુન અંગેની બેઠક યોજાઇ હતી. જેમાં ખાસ કરીને થરામાં સર્વિસ રોડ ઉપર વર્ષોથી ભરાતા પાણીના નિકાલ માટે હાઇવે ઓથોરિટીને સૂચના આપવામાં આવી હતી. સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવી શકાય તે અંગે મામલતદાર બી.જે. દરજીએ જણાવ્યું હતુ કે, હાઇવે ઓથોરિટી દ્વારા સૌ પ્રથમ સ્થળનું નિરિક્ષણ કરી સર્વે કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.