ડીસાના પી.એમ ની સભાં પૂર્વે પોલીસ ની ફ્લેગમાર્ચ યોજાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી સભાની તૈયારીઓના ભાગરૂપે અને અસામાજિક તત્વો પર લગામ રાખવા માટે ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી.

લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજા તબક્કાના ચુંટણી પ્રચારના શ્રીગણેશ ગુજરાતમાં બનાસકાંઠાના ડીસા ખાતેથી કરવાના છે જેના માટે ડીસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી સભા યોજાનાર છે જેને લઇ પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા માટેની તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત આજે ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા પણ ફ્લેગ માર્ચ યોજાઈ હતી.

ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકેથી શરૂ થયેલી ફ્લેગ માર્ચ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. અસામાજિક તત્વો પર લગામ રહે અને શાંતિ ડહોળવાના પ્રયાસો કરતા લોકો કાબુમાં રહે તે માટે ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું. જેમાં પોલીસ અને બીએસએફના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.