ધાનેરા સ્વીપ ટીમ દ્વારા મતદાન જાગૃતિ અંગે નવતર પ્રયોગ

બનાસકાંઠા
બનાસકાંઠા

પોસ્ટ ઓફિસમાં આવતી દરેક ટપાલ, પોસ્ટ કવર અને પોસ્ટ પર મતદાન જાગૃતિ અંગેના સિકકા લગાવવામાં આવ્યા

ધાનેરા સ્વીપ ટીમ દ્વારા લોકોને ઘરે બેઠા મતદાન જાગૃતિનો સંદેશ મળી રહે અને વધુમાં વધુ લોકો મતદાન માટે પ્રેરીત થાય એ માટે દરેક ટપાલ, પોસ્ટ પટ મતદાન જાગૃતિ અંગેનો સંદેશ દર્શાવતા સિકકા મારવામાં આવ્યા હતા. જેથી જે નામે પત્રવ્યવહાર થયો હોય એ દરેક ને મતદાન જાગૃતિ અંગેનો સંદેશ પહોંચી શકે અને જિલ્લામાં વધુ ને વધુ મતદાનનો લક્ષ્યાંક પૂર્ણ કરી શકાય.

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માં બનાસકાંઠા સંસદીય ક્ષેત્રમાં મતદાન બાબતે જાગૃતિ લાવી વધુમાં વધુ લોકો મતદાન કરે એ હેતુથી બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમાર બરનવાલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. વિનુભાઇ પટેલ અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જાગૃતિબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ ધાનેરા સ્વીપ ટીમના સભ્યો સી.આર.સી.ત્રિકમભાઈ પાન્ડે, વશરામભાઇ પટેલ, પ્રવિણભાઇ પટેલ દ્વારા ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાં, શહેરમાં અલગ અલગ પ્રવૃત્તિઓ હાથ ધરી મતદાન અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

જે અંતર્ગત ધાનેરા સ્વીપ ટીમ દ્વારા ધાનેરા પોસ્ટ ઓફિસમાં આવનારી દરેક ટપાલ, પોસ્ટ કવર અને પોસ્ટ પર મતદાન જાગૃતિ અંગેના સિકકા લગાવવામાં આવ્યા હતા. જે લોકોના નામથી પત્રવ્યવહાર થયો હશે એ દરેક લોકો સુધી મતદાન જાગૃતિ અંગેનો સંદેશ પહોંચાડવા માટે આ અભિયાન થકી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.