જુનાડીસા ગામે નવીન પોલીસ ચોકી બનાવાશે તેમજ દારૂ વેચાણની પ્રક્રિયા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

બનાસકાંઠા
બનાસકાંઠા

જુનાડીસા ગામે નવીન પોલીસ ચોકી બનાવાશે તેમજ તાલુકામાં દારૂ વેચાણની પ્રક્રિયા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ ડીસા તાલુકાના પોલીસ લોક દરબારમાં શુક્રવારે જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું. પોલીસવડાનો ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં શુક્રવારે લોક દરબાર યોજાયો હતો. જેમાં તાલુકાના આગેવાનો, ગ્રામજનોએ વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરતા જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ પ્રશ્નોના નિરાકરણ કરતા ઉત્તર આપ્યા હતા.

જેમાં જૂનાડીસા ગામના આગેવાનોએ જૂનાડીસામાં પોલીસ ચોકી કાર્યરત કરવાની માંગ કરી હતી. જેથી પોલીસવડાએ એક માસમાં પોલીસ ચોકી કાર્યરત કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત લોક દરબારમાં વિવિધ ગામોના સરપંચો, આગેવાનોએ ઉપસ્થિત રહી ગ્રામ્ય કક્ષાએ પોલીસ સંબંધી પ્રશ્નોની રજૂઆતો કરી હતી. જેમાં ડીસા તાલુકાના ખરડોસણ ગામે આઇ માતા અને જોગણી માતાના મંદિરે પૂનમના દિવસે હજારો લોકો દર્શને આવતા હોવાથી ચોરીના ખૂબ જ પ્રયાસો થતાં હોવાથી પોલીસ બંદોબસ્ત મુકવાની માંગને પણ પોલીસવાળાએ સ્વીકારી હતી. આ ઉપરાંત માલગઢ ગામમાં પોલીસ પોઇન્ટ મૂકવાની ગામના સરપંચે માંગ કરી લોકફાળાથી જગ્યા આપવાની પણ બાંહેધરી આપી હતી. જ્યારે ડીસા તાલુકાના ભદ્રામલી ધારીસણા ગામમાં દારૂ વેચાતો હોઇ દારૂડિયાનો ત્રાસ હોવાની પણ ગ્રામજનોએ રજૂઆત કરતા પોલીસે તપાસ કરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.