ડીસા વી.એમ.ઝાલા ક્લીનીક ખાતે ડોગ અને કેટનો મેગા હેલ્થ કેમ્પ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા ખાતે વી.એમ.ઝાલા ક્લિનિક ખાતે શુક્રવારે ડોગ અને કેટનો મેગા મેડિકલ હેલ્થ કેમ્પ યોજાયો હતો. જેમાં મોટી સઁખ્યામાં ડોગ અને કેટની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.

આજે વર્લ્ડ વેટરનરી દિન નિમિતે ડીસામાં કાર્યરત વી.એમ.ઝાલા ક્લિનિક કોંપ્લેક્સ ખાતે વેટરનરી સાયન્સ કોલેજ અને એ. એચ.કામધેનું યુનિવર્સીટી સરદારકૃષિ નગરના સંયુક્ત ઉપક્રમે ડોગ અને કેટ માટેનો મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં 150 જેટલાં ડોગ સારવાર માટે લાવવામાં આવ્યા હતા આ હેલ્થ મેગા કેમ્પમાં ડોગનું રસીકરણ, ડી વોર્મિંગ સહિતના વિવિધ રોગોની તપાસ અને નિદાન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ઉપસ્થિત પ્રોફસર હેડ આર. એમ. પટેલે જણાવ્યું હતું કે વર્લ્ડ વેટરનરી દિન નિમિતે દર વર્ષે મેગા હેલ્થ ચેકઅપ નું આયોજન વી. એમ. ઝાલા ક્લિનિક ખાતે કરવામાં આવે છે જેમાં ડોગ ને વેકસીન, ડી વોર્મિંગ સહિતના વિવિધ રોગની ચકાસણી અને નિદાન માટેનો આ કેમ્પ હતો. જેમાં અંદાજે 150 જેટલા ડોગ અને કેટ તપાસ માટે લાવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત વી એમ.ઝાલા ક્લિનિક ખાતે આસી.પ્રોફેસર તરીકે કાર્યરત પી.એમ.ચૌહાણે જણાવ્યું હતું કે આજના કેમ્પમાં ડોગ અને કેટમાં વિવિધ પ્રકારના રોગની ચકાસણી કરી તેને સ્થળ ઉપર જ સારવાર આપવામાં આવી હતી તેમજ ડોગનું વેક્ષિનેશન, ડી વોર્મિંગ, ચામડી, બ્લડ પરિક્ષણ માટે લેબોરેટરી, સોનોગ્રાફી સહિતની સારવાર આપવામાં આવી હતી તેમજ આજના કેમ્પ ઉપસ્થિત ડોગ માલિકોને તેમના ડોગના  અવરનેશ બાબતે પણ માહિતી પુરી પાડવામાં આવી હતી. આજના કેમ્પમાં ડો.એસ.કે.મોદી પ્રિન્સિપાલ,પ્રોફેસર હેડ ડો. આર.એમ.પટેલ, પી.એમ.ચૌહાણ આસિટન્ટ પ્રોફેસર સહિતના વેટરનરી તબીબો ઉપસ્થિત રહી આ મેગા કેમ્પને સફળ બનાવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.