ડીસા તાલુકાના આખોલ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા સંદર્ભે બેઠક યોજાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકાના આખોલ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા સંદર્ભે બેઠક યોજાઇ હતી. જેમાં આ યાત્રાને સફળ બનાવવાની સાથે સાથે ગામને સ્વચ્છ, સુંદર, રળિયામણું અને લોકોને સમસ્યાઓ મુક્ત કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.ડીસા તાલુકાના આખોલ ગામે આજે આખોલ ગ્રામ પંચાયત દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તલાટી ઇન્દ્રજીત ચોરસીયા અને આખોલ ગ્રામ પંચાયતના સરપંચ કમળાબેન બીજુંસિંહ પરમારની અધ્યક્ષતામાં આ બેઠક યોજઇ હતી. આ બેઠકમાં ખાસ આગામી સમયમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાનાર છે. તેને લઈ સર્વેની કામગીરી કરવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં આરોગ્ય કર્મચારી આંગણવાડી કર્મચારી, મધ્યાન ભોજન સંચાલક, સસ્તા અનાજ દુકાનદાર હાજર રહ્યા હતા. આ તમામ લોકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમામ લોકોનું સર્વે કરવામાં આવશે.


આ બેઠકમાં યાત્રાને સફળ બનાવવાની સાથે સાથે ગામને કઈ રીતે સ્વચ્છ સુંદર અને રળિયામણું બનાવી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગામમાં એક પણ વ્યક્તિ પ્રાથમિક સુવિધાઓથી વંચિત ન રહે અને સમસ્યાઓ રહિત ગામ બને તે અંગે પણ સરપંચ અને તલાટીએ ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપી એ દિશામાં કામ કરવા અપીલ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.