ડીસાની આદર્શ માધ્યમિક વિભાગની વાલી મંડળની બેઠક યોજાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન સંસ્કાર મંડળ, ડીસા સંચાલિત આદર્શ વિદ્યા સંકુલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓના વાલીઓની જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા લાલુભાઇ દેસાઈએ વાલીઓની ફરજો પ્રત્યે માર્ગદર્શન આપ્યું હતું. સંસ્કાર મંડળના મંત્રી હિતેશભાઈ અવસ્થીએ પણ વાલીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

વાલી મંડળ સમિતિના વિજયભાઈ દરજીએ વાલી મંડળની રચના વિશે વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું. વાલી મંડળના પ્રમુખ તરીકે ભાઈઓમાં આશિષભાઈ જોષી તેમજ બહેનોમાં જ્યોતિબેન વારડે, ઉપપ્રમુખ તરીકે ભાઈઓમાં મથુરભાઈ મકવાણા અને બહેનોમાં ભાર્ગવીબેન રાજગોર, મંત્રી તરીકે વિકાસભાઈ માળી, સહમંત્રી તરીકે સોમાભાઈ જોષી અને કોષાધ્યક્ષ તરીકે બચુભાઈ પ્રજાપતિની વરણી કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.