ડીસાના ધરપડા ગામની પરણીતાને પતિ સહિત સાસરીયા પક્ષના લોકોએ માર મારી ઘરમાંથી કાઢી મૂકી

બનાસકાંઠા
બનાસકાંઠા

પરણીતાએ તાલુકા પોલીસ મથકે સાસરીયા પક્ષના ચાર જણા સામે ફરિયાદ નોંધાવી: ડીસા તાલુકાના ધરપડા ગામે રહેતી દીકરીના લગ્ન જુના ડીસા ગામે થયા હતા જોકે આ પરણીતાના પતિ સહિત સાસરીયા પક્ષના લોકો અવાર નવાર તેને નાની નાની બાબતો અંગે માર જુડ કરતા હતા જોકે પોતાનો ઘર સંસાર ન બગડે તે માટે આ પરણીતા તમામ ત્રાસ સહન કરતી હતી પરંતુ ગતરોજ આ પાણીતાને પતિ સહિત સાસરીયા પક્ષના લોકોએ માર મારી ઘરમાંથી કાઢી મુકતા પરણીતાએ સાસરીયા પક્ષના ચાર જણા સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આ બનાવવાની વિગત એવી છે કે ડીસા તાલુકાના ધરપડા ગામે રહેતા બાબુભાઈ શ્રીમાળીની દીકરી  રંજનબેન ના લગ્ન આજથી ત્રણ વર્ષ અગાઉ મહેશ ઉફેઁ મહેન્દ્ર ડાયાભાઈ તપોધન સાથે થયા હતા લગ્ન દરમિયાન સંતાનમાં એક દિકરી છે આ પરણીતાને તેના પતિ અને સાસુ સસરા નણંદ સહિત સાસરીયા પક્ષના લોકો અવારનવાર સામાન્ય બાબતોને લઈને માર ઝૂંડ કરતા હતા જો કે તેનો ઘર સંસાર ના બગડે તે માટે આ પારણીતા તમામ ત્રાસ સહન કરતી હતી અને અગાઉ આ પરણીતા એ પોલીસ મથકે અરજી પણ આપી હતી જોકે બાદમાં સમાધાન થયા બાદ તે પોતાના સાસરે જતી રહી હતી ત્યારે તારીખ ૨૩/૦૩/૨૦૨૪ ના રોજ વડા કરવાના પ્રસંગે રંજનબેન ને પેટમાં દુખાવો થતા તેમને પોતાના પતિને વાત કરતા તેઓ ઉશ્કેરાઈ ગયેલા અને કહેવા લાગેલ કે તુ જાણી જોઈ બહાન કાઢે છે તેમ કહી ને  મારઝુડ કરેલ અને સાસુ-સસરા અને નણંદે ફોન ઉપર ચઢામણી કરી જેથી પતિ સહિત સાસરીયા પક્ષના લોકોએ આ પરણીતાને મારઝૂંડ કરી ઘરમાંથી કાઢી મૂકી હતી જેથી આખરે રંજનબેન ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મહેશ ઉર્ફ મહેન્દ્રભાઈ ડાયાભાઈ તપોધન સવિતાબેન ડાહ્યાભાઈ તપોધન ડાહ્યાભાઈ ધુડાભાઈ તપોધન કપીબેન રાહુલભાઈ ગોવિંદભાઈ શ્રીમાળી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.