થરાદની યુવતીએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી આઈએએસ બનવાનું સ્વપ્ન સાકાર કર્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

સોશ્યલ મીડિયાથી દૂર પણ પુસ્તકોથી નજીક : પિતા

બનાસકાંઠા જિલ્લાના થરાદની 27 વર્ષીય યુવતીએ યુપીએસસી પરીક્ષા સમગ્ર દેશમાં 825 માં રેંકે ઉત્તીર્ણ કરી આઈએએસ બનવાનું સ્વપ્ન સાકાર કરી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

તાજેતરમાં યુપીએસસીની પરીક્ષાનું પરિણામ જાહેર થયું.જેમાં અનેક ગરીબ અને મધ્યમ વર્ગના ઉમેદવારોએ પણ સખત સંઘર્ષ, મહેનત અને અદમ્ય ઇચ્છાશક્તિના સહારે દેશની સૌથી કઠિન મનાતી આ પરીક્ષા પાસ કરી અન્યોને પ્રેરણા પુરી પાડી છે. જેમાં થરાદની ગજાલાબેન ઘાંચીનો પણ સમાવેશ થાય છે. તેના પિતા હનીફભાઈ સરકારી હોસ્પિટલમાં સામાન્ય કર્મચારી તરીકે ફરજ બજાવે છે. ગજાલાબેનની સફળતા પાછળ તેના પિતાનું યોગદાન રહેલું છે. તેમણે જણાવ્યું હતું કે મારી દીકરી નાનપણથી જ ભણવામાં હોશિયાર હતી, પણ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારી દીકરી યુપીએસસીની પરીક્ષા પાસ કરશે. તેમણે ઉમેર્યું હતું કે મારી દીકરી સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનથી દૂર રહેતી હતી, તેમજ તે પુસ્તકો સાથે જ વધારે સમય પસાર કરતી હતી. તેને પુસ્તકોનું વાંચન કરવામાં વધારે રસ છે.
ડોક્ટર ગજાલાબેને જણાવ્યું હતું કે મે યુપીએસસીની પરીક્ષા પાસ કરવા માટે સખ્ત મહેનત કરી છે, મારા પિતાએ મારા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. હું ભણતી હતી ત્યારથી જ આઈએએસ બનવાનું સપનું મેં સેવ્યું હતું.જે આજે સાકાર થયું છે. યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને તેણીએ સંદેશો આપ્યો હતો કે રોજ 8 થી 10 કલાક વાંચન કરવાથી જ સફળતા મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.