સિદ્ધપુર એસ.ટી ડેપો ખાતે મફત નિદાન કેમ્પ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

સિદ્ધપુર એસ.ટી ડેપો ખાતે શંકુસ હોસ્પિટલ પાલનપુરના સહયોગથી મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પના અધ્યક્ષ સ્થાને સિદ્ધપુર એસ.ટી ડેપોના મેનેજર ચેતનભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ ફ્રી મેડિકલ કેમ્પમાં ડાયાબીટીસ, બીપી ચેક કરવામાં આવ્યુ હતુ. તથા અન્ય કોઈ શારીરીક તકલીફ હોય તો તેના માટે યોગ્ય માર્ગદર્શન તથા ફ્રી દવાનું આયોજન કરાયુ હતુ. આ કેમ્પમાં સિદ્ધપુર એસ.ટી ડેપોના ડ્રાઇવર, કંડકટર તથા વર્કશોપ સ્ટાફ અને મુસાફર જનતા સહિત ૧૧૮ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પનું આયોજન શંકુસ કેન્સર હોસ્પિટલ પાલનપુરના મેનેજર હરેશ મનારીયા તથા દિનેશ સોલંકીએ કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.