મોટા નજીક કાર ચાલકે ઉભેલા બાઇકને ટક્કર મારી રસ્તે ચાલતાં જતાં યુવકને અડફેટે લીધો

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર તાલુકાના મોટા નજીક કાર ચાલકે ઉભેલા બાઇકને ટક્કર મારી રસ્તે ચાલતાં જતાં યુવકને અડફેટે લીધો હતો. જેને ગંભીર ઇજા થતાં પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પાલનપુર તાલુકાના મોટા નજીક કાર નં. જીજે. 18. બી.બી. 8337ના ચાલકે રોડની સાઇડમાં ઉભેલા બાઇકને ટક્કર મારી હતી. તેમજ રોડની સાઇડમાં ચાલતાં જઇ રહેલા ધનજીજી અમૃતજી ઠાકોરને અડફેટે લીધા હતા. જેમને ગંભીર ઇજા થતાં 108માં પાલનપુર સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે વિનુજી અમૃતજી ઠાકોરે કાર ચાલક સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.