દાંતા પાસે આંબા ઘાટા માં ગરમી ના કારણે કાર માં લાગી, આગ બે મુસાફરો નો આબાદ બચાવ

બનાસકાંઠા
બનાસકાંઠા

સમગ્ર રાજ્યભર માં આ વખતે એતિહાસિક ગરમી ના તાપમાન ના આંકડા પહોંચી રહ્યા છે ત્યારે દાંતા તાલુકો મહત્તમ પહાડી વિસ્તાર છે ને તેમાં પથ્થરો તપતા ગરમી વધુ જોવા મળી રહી છે જેને લઇ દાંતા પાસે આવેલા આંબાઘાટા માં એક વોક્સ વેગન કાર માં આગ લાગવાની ઘટના સામે આવી છે મહેસાણા ના મુસાફરો અંબાજી થી દર્શન કરી પરત મહેસાણા તરફ જઈ રહ્યા હતા ત્યારે આંબા ઘાટા પાસે કાર ના એન્જીન ભાગ માંથી એટલે કે બોનેટ માંથી ધુમાડો નીકળતા દેખાતા કાર ચાલકે તાત્કાલિક કાર ને રોડ ની સાઈડ માં ઉભી કરી નીચે ઉત્તરી ગયા હતા ને જોત જોતા માં કાર આગ ની લપેટો માં ઝડપાયી ગયી હતી.

જોકે આ આગ હાલ તબક્કે પડી રહી કાળઝાળ ગરમી ના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે ને કાર માં સવાર બે મુસાફર અલ્પેશભાઈ પટેલ અને ચંદનભાઈ ઠાકોર જે મહેસાણા ના હતા બંને નો આબાદ બચાવ થયો છે ને સમય સુચકતા થી કાર સાઈડ માં પાર્ક કરી દેવાતા મોટી દુર્ઘટના થવાથી બચી હતી .જોકે આ કાર માં આગ લાગેલી જોતા વનવિભાગ ના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ને પાણી ની પાઇપ થી આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે આ ઘટના માં જાનહાની ના સમાચાર નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.