
કાંકરેજના ખોડા તળાવમાં ૪૦ વર્ષીય યુવકનું ડૂબી જતાં કરૂણ મોત નિપજ્યુ
કાંકરેજ તાલુકાના ખોડા ખાતે આવેલ તળાવમાં કરશનપુરા ગામનો ૪૦ વર્ષીય યુવક પટેલ શંકરભાઈ ધુડાભાઈ જેઓ પોતે રાત્રે ૨ વાગ્યે ઘરેથી નીકળી ખોડા તળાવ બાજુ આવ્યા હતા.તે સમયે કોઈક અગમ્યકારણોસર તળાવના કિનારે આવી પોતાની પાસેનો મોબાઈલ ફોન તેમજ ચપ્પલ મૂકીને તળાવમાં પડયો હતો,જેમાં વહેલી સવારે તેઓ ઘરે ન હોવાથી પરિવારના લોકોએ તેમની શોધખોળ શરૂ કરી હતી.જેમાં એમની કોઈ ભાળ મળી નહોતી,પરંતુ સવારે કેટલાક લોકો તળાવ કિનારે નીકળેલ તેઓએ મોબાઈલ ફોન અને ચપ્પલ જોઈને મૃતકના પરિવારને આ અંગેની જાણ કરી હતી.ત્યારબાદ પરિવારના લોકોએ તળાવના કાંઠે આવી તેની તપાસ કરતા મોબાઈલ અને ચપ્પલ શંકરભાઈના હોવાનું જણાઇ આવતા જેની જાણ ચાંગા ગામના તારવૈયા દિનેશ પટેલને કરી હતી.ત્યારબાદ તેમની મદદથી તેની લાશ બહાર કાઢી હતી.