ધોરણ-10-12 બોર્ડની પરીક્ષા ને લઇને બનાસકાંઠા શિક્ષણ વિભાગ સજ્જ બ.કા.નાં 83,637 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

બનાસકાંઠા
બનાસકાંઠા

તમામ બિલ્ડીંગ સી સી ટીવી કેમેરાથી સજ્જ કરાયા: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ધો.10 અને 12 ની બોર્ડ ની પરીક્ષા 11 માર્ચ થી 26 માર્ચ સુધી યોજાનાર છે. ત્યારે બોર્ડની પરીક્ષાને લઈને બનાસકાંઠા જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં એસ એસ સી. માં 05 ઝોનમાં 66 કેન્દ્રો અને એચ.એસ. સી માં 02 ઝોન માં 42 કેન્દ્રો પર 83,637 વિદ્યાર્થી ઓ પરીક્ષા આપશે

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક: શાળાઓની ગુજરાત ગાંધીનગર બોર્ડ દ્વારા 11 માર્ચથી 26 માર્ચ સુધી યોજાનાર પરીક્ષા ને લઈ બનાસકાંઠા શિક્ષણ વિભાગ સજ્જ બન્યું છે. જેમાં ધોરણ 10 ની પાંચ ઝોનમાં પરીક્ષા યોજાશે. 66 કેન્દ્રો પર 49,977 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારે ૧૨ વિજ્ઞાન પ્રવાહ માં પાલનપુર અને ડીસા 02 ઝોનમાં 06  કેન્દ્રો પર 5,790 વિદ્યાર્થીઓ  પરીક્ષા આપશે તેવું જિલ્લા શિક્ષણાધિકારી ડો. હિતેશભાઈ પટેલે જણાવ્યું હતું. જ્યારે 12 સામાન્ય પ્રવાહ માં 36 કેન્દ્રો પર 27,870 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ, જિલ્લામાં ધોરણ 10 અને 12 નાં મળી કુલ 83,637 વિદ્યાર્થીઓ બોર્ડ ની પરીક્ષા આપશે. ત્યારે પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા તમામ બિલ્ડીંગમાં સી સી ટીવી કેમેરાની બાઝ નજર થી પરીક્ષા યોજવામાં આવશે.

11 કાઉન્સેલરોની નિમણુંક: આગામી એસ.સી.સી અને એચ.એસ. સી ની જાહેર પરીક્ષા યોજાનાર છે. જેમાં બોર્ડમાં 83,637 પરીક્ષા આપનાર વિધાર્થીઓને  કોઈપણ પ્રકારના ભય વિના તણાવમુક્ત પરીક્ષા આપી શકે તેમજ તેમને મુંઝવતા પરીક્ષાલક્ષી પ્રશ્નોનું માર્ગદર્શન મળી રહે તે માટે પ્રથમવાર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા અધિકારી ઓ, આચાર્ય અને મનોચિકિત્સક ડોકટર સહિત 11 કાઉન્સેલરોની  વિધાર્થીઓ માટે હેલ્પ ટીમની નિમણુંક કરવામા આવી છે. જ્યારે કલાસ-2 વર્ગના બે અધિકારી ઓના માર્ગદર્શન હેઠળ કન્ટ્રોલ રૂમ શરૂ કરાશે.

પ્રથમવાર “પાટા” એપ્લિકેશનનો અસરકારક ઉપયોગ: સમગ્ર જીલ્લામાં સુચારુ રૂપે પારદર્શી પરીક્ષા યોજાય તે માટે તંત્ર દ્વારા બોર્ડ ની એપ્લિકેશન પાટા હેઠળ પરીક્ષા ને આવરી લેવામાં આવી છે. પરીક્ષા રુટ ગૂગલ મેપિંગ કરી ગેરરીતિ ન થાય તે માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરી પરીક્ષા સફળતાપૂર્વક સમપન્ન થાય તેવી તૈયારી ઓ કરવામાં આવી છે. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી ડો. હિતેશભાઈ પટેલ દ્વારા ધો.10 -12ના પરિક્ષાર્થીઓને શુભેચ્છા ઓ પાઠવવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.