થરાદના ખોડા પોલીસ ચેકપોસ્ટ ઉપરથી વાહન ચેકિંગ દરમિયાન 43 ગ્રામ ડ્રગ્સ સાથે 8 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

લોકસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ બનાસકાંઠાની તમામ બોર્ડર ઉપર સ્થાનિક પોલીસ દ્વારા બનાસકાંઠા જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. થરાદ પોલીસ સ્ટાફના માણસો દ્વારા ખોડા પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન અમદાવાદના બે શખ્સો ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડે તેના પહેલાં જ થરાદ પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી.

ગુજરાતમાં કોઈપણ પ્રકારનો નસીલો પદાર્થ સહિતની ગેરકાયદે ચીજવસ્તુઓ ગુજરાતમાં ના ઘૂસે તેને ધ્યાનમાં લઈને બનાસકાંઠાની તમામ બોર્ડરો પર સ્થાનિક પોલીસ દ્વારા કડક વાહન ચેકિંગ સતત કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગતરોજ થરાદ પોલીસ સ્ટાફના માણસો થરાદના ખોડા પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન રાજસ્થાનમાંથી આવતી સ્વીફ્ટ ગાડીને ઉભી રખાવી તેમાં તલાસી લેતા ગાડીમાં બેઠેલ બે શખ્સોને પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ના મળતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી ગાડીમાંથી 43 ગ્રામ મેફેડોન ડ્રગ્સ ઝડપી, કિંમત 4,30,000નો મુદ્દામાલ ઝડપી કુલ મુદ્દામાલ રૂ.8,53,910નો ઝડપી બંને શખ્સો સામે થરાદ પોલીસ મથકે NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

પકડાયેલ આરોપી

( 1.) શેરખાન અલીમખાન પઠાણ (રહે હુસેનપાર્ક વ-3 ફજલેરબી સોસાયટી આઇસ ફેક્ટરી રોડ ગયાસપુર પોલીસ સ્ટેશન વેજલપુર અમદાવાદ)

(2.) અનસભા સલીમભાઈ સંધિ મુસ્લીમ (રહે હાઉસ નં 6 સાનિયા રેસિડેન્સી 2 આફરીન પાર્કની અંદર કેનાલ પાછળ ફતેવાડી પોલીસ સ્ટેશન વેજલપુર અમદાવાદ)


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.