પાટણ લોકસભા ઉમેદવારના જન સંપર્કમાં જગાણા ખાતે ચાર ગામના લોક સંપર્ક કાર્યક્રમમાં 40 થી 50 લોકો જોવા મળ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

જગાણા ખાતે ચાર ગામના લોક સંપર્ક કાર્યક્રમમાં 40 થી 50 લોકો જોવા મળ્યા: સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે બનાસકાંઠા અને પાટણમાં ભાજપ અને કોંગ્રેસ ના લોકસભાના ઉમેદવારો નક્કી કરી દેવામાં આવ્યા છે. જેમાં પાટણ ભાજપના ઉમેદવાર તરીકે ચાલુ સાંસદ ભરતસિંહ ડાભી ને રીપીટ કર્યા છે જો કે ભરતસિંહ ડાભી રિપીટ થતા જ તેમને લોક સંપર્કના કાર્યક્રમો શરૂ કરી દીધા છે.

દરમિયાન, બનાસકાંઠા જિલ્લાના જગાણા, સેદ્રાસણ, જસલેણી, બાદરગઢ ગામ વચ્ચે લોક સંપર્ક કાર્યક્રમ જગાણા રાખવામાં આવ્યો હતો. ચાર ગામ વચ્ચે કાર્યક્રમમાં માત્ર 40 થી 50 લોકો નજરે પડ્યા હતા. સમગ્ર દેશ સહિત ગુજરાતમાં 2024 લોકસભા ચૂંટણીનું રણ શિગું ફૂંકાય ચૂક્યું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોની યાદીઓ જાહેર કરવામાં આવી રહી છે. જો કે બનાસકાંઠા જિલ્લાના વડગામ અને કાંકરેજ પાટણ લોકસભામાં આવતા હોય છે. જેમાં પાટણ લોકસભામાં ભરતસિંહ ડાભીને ફરી રીપીટ કરાતા ભરતસિંહ ડાભી એ લોક સંપર્ક કાર્યક્રમો શરૂ કરી દીધા છે. ગુરુવારે વડગામ વિધાનસભા વિસ્તારમાં ભરતસિંહ ડાભીએ જગાણા ખાતે ચાર ગામો નો લોક સંપર્ક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ચાર ગામમાંથી 40 થી 50 લોકો જ જોવા મળ્યા હતા. જોકે, ગ્રામજનોનું કહેવું છે કે પાટણ લોકસભાના ઉમેદવાર પાંચ વર્ષમાં ક્યારે જગાણા મતદારોએ જોયા નથી. જ્યારે 2024 માં લોકસભા ના ઉમેદવાર જાહેર થયા ત્યારે જગાણાના ગુરુ મહારાજના મંદિરે જન સંપર્ક કાર્યક્રમમાં જોવા મળ્યા હતા.

પાટણ લોકસભાના ઉમેદવાર પોતાના મત વિસ્તાર જગાણા માં લોક સંપર્ક કાર્યક્રમ દરમિયાન લોકોની પાંખી હાજરી  જોવા મળી હતી. કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, તાલુકા પ્રમુખ મોતીભાઈ પાળજા, સરપંચ પ્રહલાદભાઈ પરમાર, મોતીભાઈ જુઆ, ગણેશભાઈ ચૌધરી, જયેશભાઈ દવે, લાલજીભાઈ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.