વાવ-સુઇગામ રોડ પર બાઈક ટ્રક અકસ્માતમાં બાઈક ચાલક સહિત 3 લોકોના મોતને લઈ અરેરાટી

બનાસકાંઠા
બનાસકાંઠા

વાવ સુઇગામ રોડ પર આવેલા ખીમાણા પાદર ના પાટિયા પાસે ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માત માં બાઈક ચાલક એક મહિલા અને બાળક સહિત કુલ 3 લોકો ના મોત થતાં અરેરાટી મચી જવા પામી છે.સુઇગામ તાલુકા ના ભરડવા ગામ ના વિપુલભાઈ ધુડા ભાઈ પરમાર ઉ વર્ષ 25 તેમનું બાઈક નંબર જી જે 0 8 B P9012લઈ તેમની ભાભી અને ભત્રીજ ને લઈ ભાભીના પિયર ખાનપુર તા.થરાદ ખાતે મુકવા જઇ રહ્યા હતા.

ત્યારે વાવ તરફ થી ફૂલ ઝડપે આવી રહેલ ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ખીમાણા પાદર ના પાટિયા પાસે થયેલા અકસ્માત દિયર ભાભી નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જ્યારે 1 વર્ષીય ભત્રીજ નું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.અકસ્માત ના પગલે લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.હાઈ વે રોડ પર ચકા જામ ટ્રાફિક થઈ ગયું હતું.આ બાબત ની વાવ પોલીસ ને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી અકસ્માત નો ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરાઈ છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.