ડીસાના ઝેરડા પાસે જવેલર્સની લૂંટ કરનાર વધુ 3 આરોપી ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

મુખ્ય સૂત્રધાર સહિત ત્રણેયના રીમાન્ડ મેળવવાની તજવીજ રૂ. 23.94 લાખના લૂંટના મુદ્દામાલ સાથે પોલીસ દ્વારા ધરપકડ ડીસાના ઝેરડા પાસે જવેલર્સ પાસેથી છરીની અણીએ લૂંટ કરનાર ત્રણ આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયા બાદ ડીસા તાલુકા પોલીસે વધુ ત્રણ આરોપીને દબોચી લઇ રૂ. 23.94 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કર્યોં હતો.

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઝેરડા ગામ પાસે ડીસા તરફ આવતાં જવેલર્સનું એક્ટિવા આંતરી ગંભીર ઈજા પહોંચાડી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સાથેના થેલાની લૂંટ ચલાવી લૂંટારું ભાગી ગયા હતા. જૅ બાબતની જાણ ડીસા તાલુકા પોલીસને થતાં પોલીસે સમગ્ર જિલ્લાની પોલીસને એલર્ટ કરતા ભીલડી પાસેથી લૂંટમાં સામેલ ત્રણ આરોપી ઝડપાઈ જવા પામ્યા હતા.

ત્યારબાદ મુખ્ય સૂત્રધાર સહીત ત્રણ આરોપીને ઝડપવા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ સાથે મળી સંયુક્ત ટીમો બનાવી માનવસ્ત્રોત અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી ડીસા તાલુકા પોલીસ મથકના પીઆઈ એ. વી. દેસાઈ અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી નિકુલસિંહ જીવણસિંહ વાઘેલા દરબાર (રહે. રોબસ મોટી, ડીસા) , જયેશસિંહ જેણુંસિંહ રાઠોડ દરબાર (રહે. હાથિદરા, પાલનપુર) અને નિકુલસિંહ જીતુભા વાઘેલા- દરબાર (રહે. ઉંબરી, કાંકરેજ) ગાડી (નંબર GJ 08 AP 0118) લઈને ખીમતથી વીઠોદર તરફ આવી રહ્યા હોવાની હકીકત મળતા તેમને ઝડપી લઈ તલાસી લેતા ગાડીમાંથી સોનાના દાગીના રૂ. 20,51,605 ની કિંમતના તેમજ ચાંદીના દાગીના રૂ 3,21,277 ની કિંમતના તેમજ ગુન્હામાં સંડોવાયેલ કાર અને મોબાઈલ મળી રૂ 29,04,882ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી ગુન્હાની વધુ તપાસ ડીસા તાલુકા પોલીસ ચાલવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.