બનાસકાંઠા લોકસભા સીટ પર 17 ઉમેદવારોના 24 ફોર્મ ભરાયા 9 રાજકીય પક્ષો અને 8 અપક્ષ સહિત 17 ઉમેદવારોએ ભર્યા ફોર્મ

બનાસકાંઠા
બનાસકાંઠા

2-બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ હતો. ત્યારે બનાસકાંઠા લોકસભા સીટ પર અંતિમ દિવસ સુધીમાં કુલ 24 ઉમેદવારી પત્રો ભરાયા છે. જેમાં ભાજપ, કોંગ્રેસ,બસપા, ભારત આદિવાસી પાર્ટી સહિત અપક્ષ ઉમેદવારો મળી કુલ 17 ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે.

2-બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ હતો. ત્યારે ભાજપ, કોંગ્રેસ, બસપા, ભારત આદિવાસી પાર્ટી સહિત 9 રાજકીય પક્ષોના અને 8 અપક્ષ સહિત કુલ 17 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં ઉતર્યા છે. અત્યાર સુધીમાં 17 ઉમેદવારો દ્વારા કુલ 24 ઉમેદવારી પત્રો ભરાયા હોવાનું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ.કે.ગઢવીએ જણાવ્યું હતું.

આવતી કાલે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવનાર છે. જ્યારે 22 એપ્રિલ ઉમેદવારી પત્ર ખેંચવાની છેલ્લી તારીખ હોવાથી બનાસકાંઠા લોકસભા બેઠક પર કેટલા ઉમેદવાર ચૂંટણી જંગમાં રહેશે તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જોકે હાલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય ચૂંટણી જંગ દેખાઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ સિવાયના અન્ય પક્ષ કે અપક્ષ માત્ર પોતાના ઉમેદવારી પત્ર ભરવા ખાતર ભરીને હાજરી પુરાવી હોવાનો સંતોષ માનવા બરાબર છે. જોકે, બનાસકાંઠા સીટ પર રસાકસી ભર્યો ચૂંટણી જંગ મુખ્યત્વે હવે ભાજપ અને કોંગ્રેસની બન્ને મહિલા ઉમેદવારો વચ્ચે ખેલાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

રાજકીય પક્ષ: 8 અપક્ષ ઉમેદવાર

(1)ગેનીબેન ઠાકોર- કોંગ્રેસ.

(2)વાઘેલા ભરતસિંહ મફતસિંહ- કોંગ્રેસ.

(3)માનસુંગભાઈ પરમાર- બસપા.

(4)રેખાબેન ચૌધરી- ભાજપ.

(5)દિનેશ અનાવાડિયા- ભાજપ.

(6)જશુભાઈ ગમાર- ભારત આદિવાસી પાર્ટી.

(7)પટેલ પિયુષભાઈ કરસનભાઈ- ભારતીય યુવાજન એકતા પાર્ટી.

(8)પ્રવિણ ઈશ્વરભાઈ ચૌહાણ- સ્વતંત્ર અભિવ્યક્તિ પાર્ટી.

(9)ચેતન કે.ઓઝા- પ્રબુદ્ધ રિપબ્લિકન પાર્ટી.

અપક્ષ ઉમેદવાર:-

(10)પરમાર છગનચંદ્રરાજ- અપક્ષ.

(11)શ્રીમાળી અશોકભાઈ. બી. – અપક્ષ.

(12)શામજીભાઈ રાણાભાઈ ચૌધરી- અપક્ષ.

(13)ચૌધરી જયશ્રીબેન અરવિંદકુમાર- અપક્ષ.

(14)ઇબ્રાહિમભાઈ પરસાણી – અપક્ષ.

(15)બાજગ લશાભાઈ લવજીભાઈ- અપક્ષ.

(16)રાઠોડ માવજી ભેમાજી- અપક્ષ.

(17)ચૌહાણ દિનેશભાઈ પાતાજી- અપક્ષ.

મુખ્ય જંગ બન્ને મહિલા ઉમેદવારો વચ્ચે: બનાસકાંઠા લોકસભા સીટ પર 17 ઉમેદવારોએ 24 ઉમેદવારી ફોર્મ ભર્યા છે. જોકે, આવતીકાલે ફોર્મ ચકાસણી દરમિયાન ડમી ઉમેદવારોના ફોર્મ રદ થશે. બાદમાં 22 એપ્રિલ સુધીમાં ફોર્મ પરત ખેંચ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશે. જોકે, અપક્ષ સહિતના અન્ય રાજકીય પક્ષોની ઉમેદવારી માત્ર પ્રતિકાત્મક બની રહે તેમ હોઈ ચૂંટણી જંગ મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસના મહિલા ઉમેદવાર વચ્ચે ખેલાશે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.