![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/લોનની-રકમ-ભરપાઈના-hed.jpg)
ચેક રિટર્ન : 2 વર્ષની સજા ડીસાના વાસણા ગામના અરજદારે વાહન માટે લોન લીધી હતી
ડીસાના વાસણા ગામના અરજદારે વાહન માટે લોન લીધી હતી: ડીસાના વાસણા ગામના રહીશે એસ.કે.ઓટો ફાઇનાન્સ કંપની પાસેથી વાહન લોન માટે લોન લીધી હતી. જે લોનની બાકી નીકળતી રકમ પેટે આપેલા ચેક રિટર્ન થતા ફરિયાદ નોંધાઇ હતી. જે અંગેનો કેસ ચાલી જતા કોર્ટે આરોપીને 2 વર્ષની સજા કરી છે.
ડીસા તાલુકાના વાસણા ગામમાં રહેતા પ્રધાનજી સ્વરૂપજી ગોહિલે ડિસાની એસ.કે.ઓટો ફાઇનાન્સ માંથી વાહન પેટે લોન લીધી હતી. જે લોનમાં બાકી નીકળતી રકમ ભરપાઈ કરવા પેટે આરોપીએ આપેલા રૂ.3,04,238 ના ચેક રિટર્ન થયા હતા. જે અંગે બ્રાન્ચ કલેક્શન મેનેજરે ફરિયાદ નોંધાવી હતી.
જે અંગેનો કેસ પાલનપુરના ત્રીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ચાલી જતા ન્યાયમૂર્તિ આર.એ.પટેલે આરોપી પ્રધાનજી સ્વરૂપજી ગોહિલને નેગોશિયબલ ઇન્ટુમેન્ટ એકતની કલમ 138 હેઠળ આરોપી ચેકની રકમ એક માસમાં ન ચૂકવે તો આરોપીને બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.