જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલના વરદ હસ્તે ફરતું પશુ દવાખાનાની વધુ 2 મોબાઈલ વાનનું લોકાર્પણ કરાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

સુઇગામ અને વાવ તાલુકામાં મોબાઈલ વેટરનીટી યુનિટની સેવા શરૂ કરાઇ: અબોલ પશુઓ માટે આશીર્વાદ રૂપ બની રહેશે અબોલ પશુઓ માટે આશીર્વાદ રૂપ બની રહેલ ફરતું પશુ દવાખાનાની સુવિધાને વધુ વિસ્તૃત બનાવવાના ભાગરૂપે આજે કલેક્ટર વરુણકુમાર બરનવાલ દ્વારા વધુ 2 મોબાઈલ વેટરનીટી યુનિટને લીલીઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ સાથે આ સેવા જિલ્લાના 210 ગામોથી વધીને 231 ગામો સુધી પહોંચતી થશે.

રાજય સરકારના પશુપાલન વિભાગ અને ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા 10 ગામદીઠ ફરતા પશુ દવાખાના મૂકવામાં આવ્યા છે. જેથી તાત્કાલિક અબોલ પશુઓની સારવાર થઈ શકે. બનાસકાંઠા જિલ્લામાં ફરતું પશું દવાખાનું અબોલા પશુઓ માટે સંજીવની સમાન પુરવાર થઈ રહ્યું છે. આજે કલેકટર વરુણકુમાર બરનવાલ અને જિલ્લા વિકાસ અધિકારી એમ.જે દવેની પ્રેરક ઉપસ્થિતિમાં 2 મોબાઈલ પશુ વાહનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. આજથી સુઇગામ અને વાવ તાલુકામાં આ સેવા શરૂ કરવામાં આવી છે. જેનો તાલુકાના 10-10 ગામોને લાભ મળશે. જિલ્લામાં દસ ગામ દીઠ ફરતું પશુદવાખાના ની સેવા  22 જૂન 2022 થી કાર્યરત છે. જેના થકી અસંખ્ય અબોલ પશુઓને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવી પીડા દર્દમાંથી મુક્તિ આપવાની સાથે નવજીવન આપવામાં આવ્યું છે.

જિલ્લામાં  ફરતું પશુદવાખાનુ સેવા કાર્યરત થવાથી: અત્યાર સુધીમાં 25540 ઈમરજન્સી કોલ દ્વારા 26061 પશુઓને તાત્કાલિક સારવાર અને Schedule visit માં 3,02,840 પશુને સારવાર આપવામાં આવી છે. જિલ્લામાં 19 MVD, 2 MVU અને 1 કરુણા એમ્બ્યુલન્સ મળી કુલ 22 ફરતું પશુ દવાખાનાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. જેનાથી જિલ્લાના 231 ગામોને આ સેવાનો લાભ મળી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.