દાંતામાં 1500 ઉપરાંત સરકારી કર્મચારીઓનું બેલેટ પેપરથી મતદાન

બનાસકાંઠા
બનાસકાંઠા

ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ તાલીમથી સુસજ્જ: લોકસભાની સામાન્ય ચૂંટણી માટે નું મતદાન આગામી 7 મે નાં રોજ યોજાનાર છે ત્યારે દાંતા વિધાનસભા મત વિસ્તારમાં ચુંટણી માટે વીવીપેટ મશીનો સાથે ઈવીએમ મશીનોની કામગીરી કરવા પોલિંગ સ્ટાફને તાલીમ આપવાનો એક ખાસ કાર્યક્રમ દાંતા ખાતે યોજવામાં આવ્યો હતો, આ તાલુકા વિસ્તારમાં લોકસભાની ચુંટણી માટે 44 ઝોનલ અધીકારીઓ ને 1500 ઉપરાંત વીવીધ કર્મચારીઓને ચુંટણી શરૂ થવાથી લઇ ઇવીએમ મશીનો સિલ કરવા સુઘીની તાલીમ આપવામાં આવી હતી.

એટલુ જ નહી,આ તમામ કર્મચારીઓ ચુંટણી પ્રક્રીયામાં રોકાયેલા રહેનાર હોવાથી પોતાના વિસ્તારમા પોતાનો મત આપી શકશે નહી.ચૂંટણી ફરજમાં રોકાયેલા હજારોની સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ 7 મે નાં રોજ પોતાની ફાળવેલી જગ્યાએ ચૂંટણી ફરજ ઉપર રહેશે તેને લઈ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી , કર્મચારીઓ, સહીતના પ્રિસાઇડીંગ ઓફિસર ,પોલિંગ સ્ટાફે પોતાનો મત આપવાની કામગીરી શરુ કરી દીધી છે જોકે જનરલ 7 મે નાં રોજ યોજાનાર ચૂંટણીમાં મતદારો માટે ઇવીએમ મશીનનો ઉપયોગ થઇ શકે છે ત્યારે આજે ચૂંટણી ફરજ પર જનાર તમામ કર્મચારીઓ માટે બેલેટ પેપરથી મતદાન કરવા આવી રહ્યું છે જે આવતી કાલે પણ મતદાન ચાલુ રહેશે જ્યારે સુરક્ષાકર્મીઓ 3 અને 4 મે ના રોજ મતદાન કરશે.

દાંતા તાલુકામાં લોકસભાની ચુંટણી કામગીરીમાં રોકાયેલા તમામ કર્મચારીઓએ આજે સર ભવાની સિંહ સ્કૂલ ખાતે ગોઠવાયેલા આ વિવિધ ફેસીલીટેશન સેન્ટરો ઉપર પોતાનું મતદાન કર્યું હતું જેમાં દાંતા તાલુકાના 1500 ઉપરાંત કર્મચારીઓ એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને તમામ મતદારો પોતાને મળેલા મતાધીકારનો 100 ટકા ઉપયોગ કરી આ ચુંટણી અવસરને મનાવવામાં આવે તેવી ખાસ અપીલ કરવામાં આવી છે આ પ્રસંગે મદદનીશ ચુંટણી અઘિકારી અને એસડીએમ સિધ્ધિ વર્મા અને તાલુકા ચુંટણી અઘિકારી તથા મામલતદાર અજીત સિંહ વાઘેલાએ આ સમગ્ર ગતિવિધિની સતત નિગરાની રાખી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.